Site icon News Continuous Bureau | Mumbai

આ વેબ સિરીઝ દ્વારા ‘અન્ના’ એટલે કે દેવેન ભોજાણી કરવા જઈ રહ્યા છે OTT પ્લેટફોર્મ પર પદાર્પણ; જાણો તે સિરીઝ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

બુધવાર

આવતી કાલ એટલે કે (૧૮ નવેમ્બર) થી શેમારુ મી પર જાણીતા નિર્માતા નિર્દેશક ધર્મેશ મહેતાની ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કોલિંગ’  સ્ટ્રીમ થવા જઇ રહી  છે. દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સિરીઝના મુખ્ય કલાકારો છે .

આ અંગે વાત કરતા ધર્મેશ મહેતા કહે છે કે, એક મધ્યમવર્ગી વ્યક્તિ તેની પત્ની અને સંતાનો ની તમામ જરૂરિયાતો ને પુરી કરવા માટે દિવસ–રાત જોયા વગર તનતોડ મહેનત કરે છે જેથી તેના પરિવાર ને ખુશ રાખી શકે. પરંતુ આ બધાની વચ્ચે તે પરિવાર ને સમય આપી શકતો નથી અને છેવટે એક દિવસ યમરાજ તેને લેવા માટે આવી જાય છે. યમરાજ સાથે તેની મુલાકાત બાદ તેના જીવનમાં કેવો વળાંક આવે છે તેના માટે તો તમારે આ વેબ સિરીઝ જોવી પડશે.  

ગુજરાતી ફિલ્મ સિરિયલના દિગ્દર્શક ધર્મેશ મહેતા એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના શરૂઆતના ૫૦૦ એપિસોડ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ સહીત અનેક ગુજરાતી ફિલ્મ, સીરીયલ ના નિર્માતા રહી ચુક્યા છે. ‘ યમરાજ કોલિંગ’ માં દેવેન ભોજાણી મુખ્ય ભૂમિકા માં જોવા મળશે આ ઉપરાંત  દીપક ઘીવાલા, નીલમ પંચાલ, મેઝલ વ્યાસ, મીત શાહ અને મનાં દેસાઈ પણ જોવા મળશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નટ્ટુ કાકાનું સ્થાન અન્ય કોઈ અભિનેતા નહીં લે, નિર્માતાએ વાયરલ ફોટાની સત્યતા જણાવી; જાણો વિગત

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો દેવેન ભોજાણી એ ઘણી હિન્દી તેમજ ગુજરાતી  ટીવી સીરીયલો માં કામ કર્યું છે. દેવેન ભોજાણી એ ‘જો જીતા વોહી સિકંદર’ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. છેલ્લે તેઓ  ‘વાગલે કી દુનિયા’  માં જોવા મળ્યા હતા. આ  સિરીઝ વિશે વાત કરતા દેવેન કહે છે કે આ વેબ સિરીઝ ની વાર્તા મારા હૃદય ને સ્પર્શી ગઈ. તેથી મને લાગ્યું કે મારે  ‘યમરાજ કોલિંગ’ કરવી જોઈએ. 

 

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version