Site icon

દેવોલિના ભટ્ટાચાર્જી એ તેના ઓનસ્ક્રીન દિયર સાથે કરી સગાઈ, અભિનેતા એ આવી રીતે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરૂવાર

ટીવી ઈન્ડસ્ટ્રીમાં ગોપી બહુ તરીકે જાણીતી દેવોલીના ભટ્ટાચાર્જી તેના ઓનસ્ક્રીન દિયર  સાથે સગાઈ કરી લીધી છે. સાથ નિભાના સાથિયા ફેમ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આ સમાચાર આપ્યા હતા.દેવોલિના ભટ્ટાચાર્જીએ  તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈની તસવીરો શેર કરીને તેના મિસ્ટ્રી મેન નો  ખુલાસો કર્યો છે. દેવોલિના ભટ્ટાચાર્જી ના  આ સમાચાર સામે આવતા જ તેના ચાહકોના દિલ તૂટી ગયા હતા. આ કારણ છે કે અભિનેત્રીએ હવે તેના જીવનસાથીની પસંદગી કરી છે અને તેની સાથે સગાઈ કરી લીધી છે. આ સાથે ટીવી અભિનેત્રી દેવોલીનાએ તેના સંબંધોને સત્તાવાર કર્યા છે.

 

દેવોલીના ભટ્ટાચાર્જી એ  તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સગાઈની તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે 'તે સત્તાવાર છે' . આ સાથે અભિનેત્રીએ રિંગ અને હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે. તેની પોસ્ટ પર પણ અભિનેત્રીએ તેના ભાવિ પતિ વિશાલ સિંહ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિશાલ સિંહ ઘૂંટણિયે બેસીને દેવોલીનાને પ્રપોઝ કરી રહ્યો છે.આ સાથે, અભિનેત્રી તેની સુંદર સગાઈની રીંગ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરતાની સાથે જ તેના મિત્રો અને ચાહકોએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું.

શું તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેતાના પિતાએ આપ્યું આવું નિવેદન; જાણો વિગત

દેવોલિના ભટ્ટાચાર્જી એ  આ તસવીરો શેર કરીને વિશાલ સિંહ સાથેના તેના સંબંધને સત્તાવાર જાહેર કરતા જ ઘણા લોકોના દિલ તૂટી ગયા હતા. દેવોલિના ભટ્ટાચાર્જી ની આ તસવીરો જોઈને કેટલાક લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. તેમજ, કેટલાક લોકોએ દેવોલિના ભટ્ટાચારજી અને વિશાલ સિંહની જોડીનું નામ 'દેવીશ' રાખ્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું 'જીગર જી સાથે ગોપી બહુ' અને બીજાએ લખ્યું 'હવે અભિજીત બિચકુલેનું શું થશે?' એક સોશિયલ મીડિયા યુઝર્સે તો ત્યાં સુધી કહ્યું કે 'અહેમજી છેતરાયા છે, જીગર ને મારા મૌકા પે ચૌકા'.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version