Site icon News Continuous Bureau | Mumbai

Lahore 1947: ‘લાહોર 1947’ ફિલ્મ જોઈને ધર્મેન્દ્રએ શું કહ્યું? મૃત્યુ પહેલા જોઈ સની દેઓલની ફિલ્મ!આમિર ખાને કર્યો મોટો ખુલાસો!

Lahore 1947: ધર્મેન્દ્ર એ 89 વર્ષ ની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હવે ધર્મેન્દ્ર આપણી વચ્ચે નથી. આમિર ખાને IFFI 2025માં તેમની ફિલ્મ ‘લાહોર 1947’ ને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.

Dharmendra watched Sunny Deol’s unreleased ‘Lahore 1947’ before his death, Aamir Khan reveals at IFFI 2025

Dharmendra watched Sunny Deol’s unreleased ‘Lahore 1947’ before his death, Aamir Khan reveals at IFFI 2025

News Continuous Bureau | Mumbai

Lahore 1947: 24 નવેમ્બરે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છે. હવે 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI 2025)માં આમિર ખાન એ તેમને યાદ કરતાં ભાવુક શ્રદ્ધાંજલિ આપી અને ખુલાસો કર્યો કે ધર્મેન્દ્ર એ  મૃત્યુ પહેલા સની દેઓલ ની અનરિલીઝ્ડ ફિલ્મ ‘લાહોર 1947’ જોઈ હતી અને તેમને આ ફિલ્મ ખૂબ ગમી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં કેમ ન પહોંચી શક્યો આમિર ખાન? શેર કરી ભાવુક યાદો અને ખાસ કારણ

આમિરનો ખુલાસો – “તેમને ફિલ્મ ખૂબ ગમી”

આમિર ખાને કહ્યું – “મને આનંદ છે કે મને ધર્મજીને ‘લાહોર 1947’ બતાવવાનો મોકો મળ્યો. ફિલ્મ હજી રિલીઝ નથી થઈ, પરંતુ તેમણે જોઈ લીધી અને કહ્યું કે આ તેમની ફેવરિટ સ્ક્રિપ્ટ્સમાંની એક છે.” આમિરએ જણાવ્યું કે ગયા એક વર્ષમાં તેઓ ધર્મેન્દ્રને 7–8 વાર મળ્યા હતા.‘લાહોર 1947’ અસગર વજાહતના પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહોર નઈ દેખ્યા, ઓ જામ્યાઈ ની’ પર આધારિત છે. ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજનના સમયની કહાની દર્શાવે છે, જેમાં એક મુસ્લિમ પરિવાર લાહોરમાં એક એવી હવેલીમાં રહેવા જાય છે જે હિંદુ પરિવાર છોડીને ગયો હતો. પરંતુ હિંદુ પરિવાર હજી પણ તે ઘર છોડવા તૈયાર નથી, અને અહીંથી શરૂ થાય છે અસલી ડ્રામા.


ફિલ્મમાં સની દેઓલ અને પ્રીતિ ઝિંટા  મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ પણ મહત્વપૂર્ણ રોલમાં છે. ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી  એ કર્યું છે અને પ્રોડક્શન આમિર ખાને કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version