Site icon News Continuous Bureau | Mumbai

Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?

Ikkis: ફિલ્મ ‘ઇક્કીસ’ હિન્દી સિનેમા માટે અત્યંત ભાવુક ફિલ્મ છે કારણ કે તે લેજન્ડરી એક્ટર ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ છે. અગાઉ આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે મેકર્સે સોશિયલ મીડિયા પર નવી તારીખની જાહેરાત કરી છે.

Dharmendra’s Final Film 'Ikkis' Release Date Postponed

Dharmendra’s Final Film 'Ikkis' Release Date Postponed

News Continuous Bureau | Mumbai

Ikkis: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. ડિસેમ્બરમાં રિલીઝ થનારી આ ફિલ્મ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં આવશે. ધર્મેન્દ્રના નિધન (24 નવેમ્બર 2025) બાદ તેમના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ બોક્સ ઓફિસ પર અન્ય એક મોટી ફિલ્મ સાથે ટકરાવ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

કેમ રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી?

ફિલ્મની રિલીઝ પાછળ ઠેલવાનું મુખ્ય કારણ બોક્સ ઓફિસ ક્લેશ છે.હાલમાં રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.મેકર્સ નથી ઈચ્છતા કે ધર્મેન્દ્રની આ છેલ્લી ફિલ્મ ‘ધુરંધર’ સામે ટકરાય અને તેની કમાણી પર અસર પડે. આથી, ધર્મેન્દ્રને યોગ્ય સન્માન અને સ્ક્રીન્સ મળી રહે તે માટે રિલીઝ ડેટ બદલવામાં આવી છે.મેકર્સે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે આ ફિલ્મ હવે 1 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થશે.મેકર્સે સોશિયલ મીડિયા પર લખ્યું, “ધરમજી માટીના સાચા પુત્ર હતા. તેમની આ કવિતા એક તડપ છે, એક લેજન્ડ તરફથી બીજા લેજન્ડને શ્રદ્ધાંજલિ છે.”


આ ફિલ્મમાં માત્ર ધર્મેન્દ્ર જ નહીં, પરંતુ અન્ય એક મોટું આકર્ષણ પણ છે તે છે અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે.ફિલ્મમાં જયદીપ અહલાવત, સિકંદર ખેર અને વિવાન શાહ જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.24 નવેમ્બરે ધર્મેન્દ્રના નિધન બાદ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ‘ઇક્કીસ’ તેમના જીવનની છેલ્લી સિનેમેટિક સફર હશે, જે જોવી તેમના કરોડો ફેન્સ માટે એક યાદગાર અનુભવ બની રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version