Site icon

કુંડલી ભાગ્યના ફેન્સ માટે ખરાબ સમાચાર, સિરિયલ ના લીડ એક્ટરે કહ્યું શો ને અલવિદા, મેકર્સ શોધી રહ્યા છે તેનું રિપ્લેસમેન્ટ; જાણો તે અભિનેતા વિશે

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટર ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) છેલ્લા 5 વર્ષથી એકતા કપૂરના શો કુંડલી ભાગ્યમાં (Kundali Bhagya)કામ કરી રહ્યો છે.કુંડલી ભાગ્યમાં ધીરજ ધૂપર કરણ તરીકે લોકોનું મનોરંજન કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કુંડલી ભાગ્યના કલાકારોમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે મનિત જોહરા (Manit Jorhra)કુંડલી ભાગ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. મનિત જોહરાએ થોડા મહિના પહેલા કુંડળી ભાગ્યને અલવિદા કહી દીધું હતું. આ દરમિયાન ધીરજ ધૂપરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે ધીરજ ધૂપર કુંડલી ભાગ્ય છોડવાનું (Dheeraj Dhupar quit Kundali Bhagya)મન બનાવી રહ્યો છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ વેબસાઈટ ના  રિપોર્ટ અનુસાર, ધીરજ ધૂપર કુંડલી ભાગ્ય સિરિયલથી અલગ થવા જઈ રહ્યો છે. નિર્માતાઓએ ધીરજ ધૂપરના રિપ્લેસમેન્ટની (Dheeraj Dhoopar replacement) શોધ પણ શરૂ કરી દીધી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ધીરજ ધૂપર કુંડળી ભાગ્ય કેમ છોડી રહ્યો છે.ધીરજ ધૂપરની જેમ મનિત જોહરા પણ કુંડલી ભાગ્યમાં કમબેક કરવાનો નથી. અહેવાલ છે કે નિર્માતાઓ ધીરજ ધૂપર અને મનિત જોહરા બંનેના પાત્ર માટે નવો ચહેરો શોધી રહ્યા છે. નોંધનીય છે કે ધીરજ ધૂપર ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. ગત રોજ ધીરજ ધુપરે તેની પત્ની વિન્ની ધુપર (Vinni Dhoopar) માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: ગ્રેમી એવોર્ડ વિજેતા પૉપ સિંગરે ગુમાવ્યું પોતાનું બાળક, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ

સીરીયલ કુંડલી ભાગ્યની આખી ટીમ ધીરજ ધૂપરની પત્નીના બેબી શાવર પાર્ટીમાં (Baby shower party) પહોંચી હતી. આ દરમિયાન ધીરજ ધૂપર અને વિન્ની અરોરાએ (Dheeraj Dhoopar and Vinni Arora)તેમના મહેમાનો સાથે હંગામો મચાવ્યો હતો. તસવીરોમાં વિન્ની ધૂપર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ધીરજ ધૂપરની આ તસવીરો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ધીરજ ધૂપરે પોતાના બાળકને સમય આપવા માટે કુંડલી ભાગ્ય સિરિયલને અલવિદા કહી દીધું છે. જો કે સત્ય શું છે તે તો ધીરજ ધુપર જ કહી શકશે.

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો
Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ
‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી
Exit mobile version