Site icon

Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મની ટિકિટો માટે પડાપડી! 20 કરોડનું પ્રી-રિલીઝ કલેક્શન; જાણો તમારા શહેરમાં શું છે ટિકિટના ભાવ

Dhurandhar 2 Advance Booking: બોક્સ ઓફિસ પર સુનામી લાવવા તૈયાર 'ધુરંધર 2: ધ રિવિંજ', રિલીઝ પહેલા જ 2.5 લાખથી વધુ ટિકિટોનું વેચાણ; હિન્દી વર્ઝનનો રહ્યો દબદબો

Dhurandhar 2 Advance Booking Crosses ₹20 Crore Mark; Tickets Selling from ₹59 to ₹2900

Dhurandhar 2 Advance Booking Crosses ₹20 Crore Mark; Tickets Selling from ₹59 to ₹2900

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Advance Booking:રણવીર સિંહ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ ને લઈને ચાહકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મે એડવાન્સ બુકિંગના મામલે અનેક મોટા રેકોર્ડ્સને પડકાર આપવાનું શરૂ કરી દીધું છે. ટિકિટોના વેચાણની જે રફ્તાર છે તે જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા શિખરો સર કરશે. અત્યાર સુધીના આંકડા મુજબ, ફિલ્મ રિલીઝ થયા પહેલા જ કરોડોની કમાણી કરી ચૂકી છે.મીડિયા રિપોર્ટ મુજબ, ‘ધુરંધર 2’ એ ભારતમાં અત્યાર સુધીમાં 14.69 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. જો આમાં બ્લોક સીટોનો પણ સમાવેશ કરવામાં આવે, તો આ આંકડો  20.32 કરોડ સુધી પહોંચી જાય છે. ફિલ્મ માટે અત્યાર સુધીમાં કુલ 2,59,111 ટિકિટો વેચાઈ ચૂકી છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થવાની છે, પરંતુ સૌથી વધુ ક્રેઝ હિન્દી વર્ઝનનો જોવા મળી રહ્યો છે, જેણે એકલા જ  14.37 કરોડની કમાણી કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Welcome 4: કંટ્રોલ ઉદય કંટ્રોલ! ‘વેલકમ 4’ માં ફરી જોવા મળશે ઉદય-મજનૂની જુગલબંધી; પરેશ રાવલ સાથેની આ ત્રિપુટી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

59 થી લઈને  2900 સુધીની ટિકિટના ભાવ

ફિલ્મની ટિકિટના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે, જે દરેક વર્ગના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. મુંબઈના ‘આઈનોક્સ મેગાપ્લેક્સ’ (INOX Megaplex) માં રિક્લાઈનર પ્રાઈમ સીટની કિંમત 2900 સુધી રાખવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં આ ફિલ્મ સામાન્ય માણસના ખિસ્સા માટે ઘણી સસ્તી છે. ચેન્નાઈના એજીએસ સિનેમામાં ચાહકો માત્ર 59 માં આ ફિલ્મની મજા માણી શકે છે. મેકર્સની આ વ્યૂહરચના દરેક વર્ગના પ્રેક્ષકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં કારગર સાબિત થઈ શકે છે.


માત્ર હિન્દી જ નહીં, પરંતુ તમિલ અને તેલુગુ વર્ઝનમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેલુગુ વર્ઝન માટે અત્યાર સુધીમાં 5,500 થી વધુ અને તમિલ માટે 10,000 થી વધુ ટિકિટો બુક થઈ ચૂકી છે. કન્નડ અને મલયાલમ વર્ઝનમાં પણ એડવાન્સ બુકિંગ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે. દેશભરમાં ફિલ્મના અંદાજે 7,890 શૂઝ ગોઠવવામાં આવ્યા છે, જે તેની ભારે ડિમાન્ડનો પુરાવો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler: પ્રેરણાના રોલમાં ભાવના અજવાનીની જગ્યાએ આ એક્ટ્રેસની એન્ટ્રી, સિરિયલની સૌથી ખતરનાક વિલન બનવા તૈયાર; વાંચો લેટેસ્ટ અપડેટ
Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Exit mobile version