Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 BGM Viral: ‘ધુરંધર 2’ ના BGM એ જીત્યા ફેન્સના દિલ, ૨૩ વર્ષ જૂના હિટ ગીત ‘આરી આરી’ એ મચાવી ધૂમ

Dhurandhar 2 BGM Viral: બોમ્બે રોકર્સના વર્ષ ૨૦૦૩ ના આઇકોનિક ટ્રેકને આદિત્ય ધરે બનાવ્યો બેકગ્રાઉન્ડ સ્કોર; યુટ્યુબ પર ૪ મિલિયનથી વધુ વ્યૂઝ, રણવીર સિંહના એક્શનમાં ઉમેર્યો જોશ.

Dhurandhar 2 BGM Viral: Iconic 23-Year-Old Track 'Ari Ari' by Bombay Rockers Recreated for Ranveer Singh’s Action Thriller.

Dhurandhar 2 BGM Viral: Iconic 23-Year-Old Track 'Ari Ari' by Bombay Rockers Recreated for Ranveer Singh’s Action Thriller.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 BGM Viral: ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થનારી રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ (Dhurandhar 2) નું ટ્રેલર હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ટ્રેલરમાં એક્શન અને ડાયલોગ્સની સાથે જે બાબતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, તે છે ફિલ્મનું ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક. આ મ્યુઝિકમાં ૨૦૦૦ ના દાયકાના ફેમસ બેન્ડ ‘બોમ્બે રોકર્સ’ ના સુપરહિટ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?

કયું છે આ ગીત અને શું છે તેની ખાસિયત?

જો તમે ટ્રેલર ધ્યાનથી જોયું હોય, તો તેમાં બેકગ્રાઉન્ડમાં ‘આરી આરી’ (Ari Ari) ગીતનો ઉપયોગ થયો છે. આ ગીત ડેનિશ-ઈન્ડિયન બેન્ડ ‘બોમ્બે રોકર્સ’ (Bombay Rockers) નું છે, જે ૨૩ વર્ષ જૂનું છે. આ બેન્ડની શરૂઆત ૨૦૦૩ માં થઈ હતી, જેમાં સિંગર નવતેજ સિંહ રેહલ અને થોમસ સરડોર્ફ મુખ્ય હતા. આ આઇકોનિક ટ્રેકને આદિત્ય ધરની ફિલ્મમાં જે રીતે રીક્રિએટ કરવામાં આવ્યો છે, તે જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. યુટ્યુબ પર ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ૪ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. પહેલા ભાગ એટલે કે ‘ધુરંધર’ માં અલગ BGM હતું, પરંતુ સિક્વલ માટે મેકર્સે આ જૂના હિટ ગીત પર પસંદગી ઉતારી છે, જે રણવીર સિંહના ‘જસકીરત સિંહ રંગી’ ના પાત્ર સાથે એકદમ ફિટ બેસે છે.


‘ધુરંધર 2’ એ બદલાની વાર્તા છે, અને આવા સંજોગોમાં આ રૉક સોન્ગ ટ્રેલરને હાઈ-વોલ્ટેજ એનર્જી આપી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ફેન્સ આદિત્ય ધરના આ મ્યુઝિક સિલેક્શનના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત અને અર્જુન રામપાલ પણ મહત્વના રોલમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version