Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય

Dhurandhar 2 Box Office Collection: માત્ર ૨ દિવસમાં ૨૨૬ કરોડની કમાણી કરી બોક્સ ઓફિસ પર મચાવ્યો તરખાટ, રણવીર સિંહના અભિનયના ચોમેર વખાણ.

Dhurandhar 2 Box Office Storm: Director Aditya Dhar Credits Team for Grand Success;

Dhurandhar 2 Box Office Storm: Director Aditya Dhar Credits Team for Grand Success;

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office Collection: બોક્સ ઓફિસ પર અત્યારે માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે ‘ધુરંધર 2’. ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર બે જ દિવસમાં ૨૨૬ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. આ ભવ્ય સફળતા બાદ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે  સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે અને ફિલ્મની સફળતાનો શ્રેય પોતાની આખી ટીમ અને કલાકારોને આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: YRKKH માં ફરી આવશે નવો વળાંક? શું અરમાન-અભીરાની જોડીને બાય-બાય કહેવાનો સમય આવી ગયો? મેકર રાજન શાહીએ તોડ્યું મૌન!

રાકેશ બેદીએ શેર કર્યો આદિત્ય ધરનો ખાસ વીડિયો 

ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર દિગ્ગજ અભિનેતા રાકેશ બેદીએ  ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આદિત્ય ધર કહી રહ્યા છે કે, “જ્યોતિ દેશપાંડેથી લઈને મારા પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિનો આભાર. ખાસ કરીને ટેકનિકલ ટીમ, કલાકારો અને તે તમામ લોકો જેમણે આ ફિલ્મમાં પોતાનું દિલ અને આત્મા રેડી દીધા છે. સોશિયલ મીડિયા પર મળી રહેલા પ્રતિસાદ અને મીમ્સ જોઈને હું અભિભૂત છું. તમારા સમર્થન વિના આ પ્રવાસ શક્ય નહોતો.”


‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા પણ વધુ સારો દેખાવ કર્યો છે. પ્રથમ ભાગની ભવ્ય સફળતા (૧૩૫૦ કરોડથી વધુની કમાણી) બાદ બીજા ભાગની આતુરતાથી રાહ જોવાતી હતી. રણવીર સિંહના લીડ રોલ અને પાવરફુલ એક્શનના કારણે ફિલ્મે પ્રથમ બે દિવસમાં જ ૨૨૬ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેડ એનાલિટ્સ મુજબ, આ વિકેન્ડ પર ફિલ્મની કમાણીમાં હજુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version