Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના વાયરલ ફોટોથી શીખ સમુદાયમાં રોષ! પાઘડી અને સિગારેટના વિવાદ પર આદિત્ય ધરે કર્યો મોટો ખુલાસો

Dhurandhar 2 Controversy: રણવીર સિંહની એડિટેડ તસવીરે સોશિયલ મીડિયા પર મચાવ્યો વિવાદ; દિગ્દર્શકે કહ્યું- આ AI દ્વારા બનાવાયેલું ફેક પોસ્ટર છે, આવી હરકતો સાંખી લેવાશે નહીં.

Dhurandhar 2 Controversy: Did Ranveer Singh Smoke in a Turban? Aditya Dhar Slams Fake AI Photo and Clarifies the Scene

Dhurandhar 2 Controversy: Did Ranveer Singh Smoke in a Turban? Aditya Dhar Slams Fake AI Photo and Clarifies the Scene

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Controversy: આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ આ સફળતાની વચ્ચે ફિલ્મ એક મોટા વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર રણવીર સિંહના પાત્ર ‘જસકીરત’ની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે પાઘડી પહેરીને સિગારેટ પીતો જોવા મળે છે. આ ફોટો વાયરલ થતા જ શીખ સમુદાયની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો સાથે વિવાદ ઉભો થયો છે, જેના પર હવે દિગ્દર્શક આદિત્ય ધરે સ્પષ્ટતા કરી છે.આદિત્ય ધરે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે વાયરલ થઈ રહેલું આ પોસ્ટર સંપૂર્ણપણે નકલી છે. તેમણે ખુલાસો કર્યો કે આ તસવીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવી છે અને ફિલ્મમાં આવો કોઈ સીન નથી. આદિત્યએ કહ્યું, “મારા ધ્યાન પર આવ્યું છે કે કેટલાક લોકો એઆઈનો ઉપયોગ કરીને સત્તાવાર પ્રોમોશનલ કન્ટેન્ટ સાથે છેડછાડ કરી રહ્યા છે અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક

શીખ સમુદાયની લાગણીઓનું સન્માન: આદિત્ય ધર

દિગ્દર્શકે કડક વલણ અપનાવતા કહ્યું કે પાઘડી પહેરીને હમઝા કે જસકીરતને ધૂમ્રપાન કરતા બતાવવો એ તદ્દન ખોટું છે. તેમણે સ્પષ્ટતા કરી, “હું શીખ સમુદાયનું સર્વોચ્ચ સન્માન કરું છું. ફિલ્મમાં દરેક પાત્રને પૂરી સંવેદનશીલતા અને ગરિમા સાથે રજૂ કરવામાં આવ્યું છે. છેડછાડ કરવામાં આવેલી આ સામગ્રી દ્વેષપૂર્ણ છે. હું પ્રેક્ષકોને વિનંતી કરું છું કે તેઓ માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે. આવી હરકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”


રણવીર સિંહના આ ફેક પોસ્ટર સિવાય, ફિલ્મ અન્ય એક કારણસર પણ વિવાદોમાં રહી છે. મહારાષ્ટ્રમાં શીખોના અધ્યક્ષ ગુરજ્યોત સિંહ કીરે ફિલ્મની ટીમ પર ગુરબાણીનું અનાદર કરવાનો અને શીખ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમનો વિરોધ ફિલ્મના એક દ્રશ્યને લઈને છે જેમાં અભિનેતા આર. માધવન ‘દશમ ગ્રંથ’ના પવિત્ર શ્લોકનું પઠન કરતા સમયે ધૂમ્રપાન કરતા જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji OTT Release Date Netflix ઘર બેઠા જુઓ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય ગાથા! રિતેશ દેશમુખની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાજા શિવાજી’ આ OTT પ્લેટફોર્મ પર થઈ ગઈ રિલીઝ
Aly Goni Jasmin Bhasin Marriage Plan શરણાઈઓ વાગવાની ઘડીઓ ગણાઈ ગઈ? લગ્નના સવાલ પર અલી ગોનીએ આપ્યો એવો જવાબ કે જેસ્મિન ભસીનના ફેન્સ થઈ ગયા ખુશખુશાલ!
The India Story Teaser Release શું આપણે રોજ ભોજનમાં સ્લો પોઇઝન ખાઈ રહ્યા છીએ? કાજલ અગ્રવાલની ફિલ્મ ‘દ ઇન્ડિયા સ્ટોરી’ ના સનસનાટીભર્યા ડાયલોગ્સ અને ટીઝરે દેશભરમાં જગાવી ચર્ચા
Ajay Devgn Chauhan Title Announcement સિંઘમ પછી હવે ‘ચૌહાન’ બનીને પડદા પર રાજ કરશે અજય દેવગન; ડાયલોગ લીક થતાં જ ઇન્ટરનેટ પર હલચલ
Exit mobile version