Site icon

R Madhavan Dhurandhar 2 Controversy: માધવને સિગારેટ પીતા પવિત્ર પંક્તિઓ બોલી? એક્ટરે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ; જાણો શું છે સત્ય

‘R Madhavan Dhurandhar 2 Controversy: શીખ સમુદાયના વિરોધ બાદ માધવને જાહેર કરી સ્પષ્ટતા, ડાયરેક્ટર આદિત્ય ધરના કડક નિર્દેશો હતા; મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે FIR.

Dhurandhar 2 Controversy: R Madhavan Clarifies Over Gurbani Scene; Says Cigarette Was Extinguished Before Delivering Dialogues

Dhurandhar 2 Controversy: R Madhavan Clarifies Over Gurbani Scene; Says Cigarette Was Extinguished Before Delivering Dialogues

News Continuous Bureau | Mumbai

‘R Madhavan Dhurandhar 2 Controversy: રણવીર સિંહ અને આર. માધવનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’ હાલમાં એક ગંભીર વિવાદમાં ફસાઈ છે. ફિલ્મના એક સીનમાં પવિત્ર ગ્રંથની પંક્તિઓ બોલતી વખતે સિગારેટ પીવાનો આક્ષેપ શીખ સમુદાય દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે વધતા વિરોધને જોઈને આર. માધવને પોતે સામે આવીને ચાહકો અને સમુદાયની માફી માંગતા સ્થિતિ સ્પષ્ટ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi : ‘ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું! ‘ક્યોંકિ…’ ની સીઝન ૨ કે સ્પિન-ઓફના સમાચાર પર સ્મૃતિ ઈરાનીએ લગાવ્યું પૂર્ણવિરામ; જાણો શું કહ્યું.

આ માત્ર એક ગેરસમજ છે: આર. માધવન 

આર. માધવને વીડિયોમાં જણાવ્યું કે, “મને જાણવા મળ્યું છે કે પવિત્ર ગ્રંથની લાઈનો બોલતી વખતે મેં સિગારેટ પીધી હોવાથી કેટલાક લોકોની લાગણી દુભાઈ છે. પરંતુ આ સત્ય નથી, તે માત્ર એક ગેરસમજ છે.” માધવને વધુમાં ઉમેર્યું કે દિગ્દર્શક આદિત્ય ધર આવી બાબતોમાં ખૂબ જ ચોકસાઈ રાખે છે. શૂટિંગ દરમિયાન સ્પષ્ટ સૂચના હતી કે જ્યારે આ પંક્તિઓ બોલવામાં આવે ત્યારે હાથમાં સિગારેટ કે ફ્રેમમાં ક્યાંય ધુમાડો દેખાવવો જોઈએ નહીં.


માધવને પોતાની આસ્થા વ્યક્ત કરતા કહ્યું કે, “અમે અજાણતા પણ કોઈની લાગણી દુભાવવા માંગતા નથી. હું પોતે દરેક ફિલ્મની રિલીઝ પહેલા અમૃતસરના સુવર્ણ મંદિર જઈને માથું ટેકવું છું.” તેમણે સ્પષ્ટ કર્યું કે સીનની શરૂઆતમાં હાથમાં સિગારેટ જરૂર હતી, પરંતુ જેવી પવિત્ર પંક્તિઓ શરૂ થઈ તે પહેલા જ તેને ઓલવી નાખવામાં આવી હતી અને તેમના મોઢામાંથી ધુમાડો પણ નીકળતો નહોતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Harry Potter First Look: હેરી પોટર ફેન્સ માટે મોટા સમાચાર! નવી ટીવી સીરીઝનું પહેલું પોસ્ટર આઉટ; જાણો કોણ છે નવો ‘હેરી’ અને ક્યારે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર?
Dhurandhar 2 Box Office Day 6: પઠાણ-એનિમલ પણ પડ્યા ફીકા! ‘ધુરંધર 2’ એ ૬ દિવસમાં મચાવ્યો હાહાકાર,જાણો અત્યાર સુધીની કમાણી
Golmaal 5: શું અક્ષય કુમાર છીનવી લેશે અજય દેવગણની ‘ગોલમાલ’? વાયરલ સમાચારો પર અક્ષયે કર્યો મોટો ખુલાસો; રોહિત શેટ્ટીના પ્લાન વિશે આપ્યા સંકેત
Yami Gautam: ડિઝાઇનરે લહેંગો આપવાની ના પાડી તો યામી ગૌતમે આપ્યો જડબાતોડ જવાબ! લગ્નમાં માતાની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને બની હતી આદિત્યની દુલ્હન
Exit mobile version