Site icon News Continuous Bureau | Mumbai

Danish Pandor Dhurandhar 2: દાનિશ પંડોરનો મોટો ખુલાસો: ‘ધુરંધર 2’ માં ઉઝૈર બલોચ બનવા માટે નસીબ અને મહેનતે કેવી રીતે આપ્યો સાથ?

Danish Pandor Dhurandhar 2: આદિત્ય ધરની ફિલ્મ માટે થયું હતું સીક્રેટ ઓડિશન; રણવીર સિંહ અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજો સાથે કામ કરવાનો દાનિશે શેર કર્યો અનુભવ.

Dhurandhar 2’ Fame Uzair Baloch aka Danish Pandor reveals secret audition; Actor says he wasn't told about the role initially.

Dhurandhar 2’ Fame Uzair Baloch aka Danish Pandor reveals secret audition; Actor says he wasn't told about the role initially.

News Continuous Bureau | Mumbai

Danish Pandor Dhurandhar 2: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘ધુરંધર 2’ માં ‘ઉઝૈર બલોચ’નું પાત્ર ભજવનાર એક્ટર દાનિશ પંડોર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. રણવીર સિંહની આ ફિલ્મમાં દાનિશના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ ભૂમિકા માટે દાનિશની પસંદગી કેવી રીતે થઈ? તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાનિશે જણાવ્યું કે તેને આ મોટા પ્રોજેક્ટ અને તેના પાત્ર વિશે શરૂઆતમાં અંધારામાં રાખવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ajay Devgn New Project: અજય દેવગણનો મોટો ધડાકો: સત્ય ઘટના પર આધારિત નવા પ્રોજેક્ટની કરી જાહેરાત! જાણો કઈ રિયલ સ્ટોરી પર બનશે ફિલ્મ?

સીક્રેટ ઓડિશન અને રહસ્યમય પસંદગીની પ્રક્રિયા

દાનિશ પંડોરે જણાવ્યું કે, જ્યારે એપ્રિલ 2024માં તેને ઓડિશન માટે કોલ આવ્યો, ત્યારે તેને કોઈ જ વિગત આપવામાં આવી નહોતી. કાસ્ટિંગ ટીમ તરફથી માત્ર એક સીન મોકલવામાં આવ્યો હતો. દાનિશે જ્યારે પૂછ્યું કે આ કઈ ફિલ્મ છે કે કયો રોલ છે, ત્યારે તેને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અત્યારે કશું કહી શકાય તેમ નથી. એક મહિના પછી મુકેશ છાબડાનો ફોન આવ્યો અને રાતોરાત તેનું સિલેક્શન થઈ ગયું. દાનિશ કહે છે, “પસંદગી થયાના બીજા દિવસ સુધી મને ખબર નહોતી કે આ આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ છે.”ફિલ્મમાં પાકિસ્તાન અને અન્ય સ્થળોના જે સેટ બતાવવામાં આવ્યા છે તેની બારીકાઈ જોઈને ઘણા લોકો દાનિશને પૂછતા હતા કે આ શૂટિંગ ક્યાં થયું છે? દાનિશે ખુલાસો કર્યો કે પ્રોડક્શન ડિઝાઈનરોએ એટલો અદભૂત સેટ તૈયાર કર્યો હતો કે તે બિલકુલ અસલી લાગતો હતો.


આ ફિલ્મનું શૂટિંગ અમૃતસર, મુંબઈ, ચંદીગઢ, લુધિયાણા, પટિયાલા અને લેહ-લદ્દાખ જેવી વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું હતું. ઉઝૈર બલોચનું પાત્ર દાનિશ માટે એક મોટી જવાબદારી સમાન હતું.રણવીર સિંહ, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન જેવા સ્થાપિત કલાકારો સાથે કામ કરવાના અનુભવ વિશે દાનિશે જણાવ્યું કે સેટ પર કોઈ જ ‘અસુરક્ષા’  નહોતી. આટલા મોટા સ્ટાર્સ હોવા છતાં તેઓ નવા કલાકારોને પૂરતી સ્પેસ આપતા હતા અને ખીલવાની તક આપતા હતા. દાનિશના મતે, આ મોટા કલાકારોની નમ્રતા અને સહયોગી વલણ તેના માટે શીખવાનો સૌથી મોટો પાઠ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version