News Continuous Bureau | Mumbai
Dhurandhar 2: રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. આ ફિલ્મનો ક્રેઝ માત્ર ભારતમાં જ નથી, પરંતુ ગલ્ફ દેશોમાં પણ સાતમા આસમાને પહોંચ્યો છે. ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં, ત્યાંના ચાહકો આ ફિલ્મ જોવા માટે ભારત આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ રસપ્રદ ખુલાસો ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા આર. માધવને એક ઇન્ટરવ્યુમાં કર્યો છે.આર. માધવનેમીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લોકો હવે મોટા પડદા પર ભારત-પાકિસ્તાન સિવાય કંઈક અલગ જોવા માંગે છે. માધવનના મતે, ‘ધુરંધર’ જેવી ફિલ્મો બાદ જૂની ઘરેડની વાર્તાઓ ચાલવી બંધ થઈ જશે. તેમણે દાવો કર્યો કે ફિલ્મનો ક્રેઝ એટલો છે કે લોકો સરહદો ઓળંગીને પણ આ ફિલ્મ જોવા આવશે.
આ સમાચાર પણ વાંચો : Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
દુબઈના ચાહકો ‘ધુરંધર 2’ માટે ભારત આવશે
આર. માધવને જણાવ્યું કે, ‘ધુરંધર’ ના પહેલા ભાગ વખતે પણ UAE માં પ્રતિબંધ હતો, તેમ છતાં લોકોએ ગમે તે રીતે આ ફિલ્મ જોઈ હતી. ઘણા લોકો તો ખાસ ફિલ્મ જોવા માટે જ ભારત આવ્યા હતા. ‘ધુરંધર 2’ માટે પણ આવું જ જોવા મળી રહ્યું છે. દુબઈના ઘણા મોટા બિઝનેસમેન અને ચાહકોએ ૧૯ માર્ચની આસપાસ ભારતની મિટિંગો અને પ્રવાસ નક્કી કરી લીધો છે, જેથી તેઓ અહીં આવીને ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો આનંદ માણી શકે.
માધવનના આ નિવેદને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. તે જાણીતું છે કે ગલ્ફ કન્ટ્રીઝમાં આ ફિલ્મને મંજૂરી મળી નથી, તેમ છતાં ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઈડ અંદાજે ૧૩૦૦ કરોડ નો બિઝનેસ કર્યો છે. ફિલ્મની જબરદસ્ત સફળતાને જોતા મેકર્સ પણ માલામાલ થઈ ગયા છે અને હવે બીજા ભાગથી અપેક્ષાઓ અનેકગણી વધી ગઈ છે. ‘ધુરંધર 2’ ના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ તારીખ નજીક આવતાની સાથે જ એડવાન્સ બુકિંગમાં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
