Site icon

Dhurandhar 2 Controversy: ‘‘ધુરંધર 2’ વિવાદોના વમળમાં: મેકર્સ પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ, ફિલ્મમેકરે પુરાવા સાથે કર્યો મોટો ધડાકો!

Dhurandhar 2 Controversy: ડાયરેક્ટર આદિત્ય ધર પર સ્ક્રિપ્ટ કોપી કરવાનો ગંભીર આરોપ; સંતોષ કુમારનો દાવો- ‘મારી મૂળ વાર્તાને પોલિટિકલ પ્રોપેગેન્ડામાં ફેરવી નાખી’.

Dhurandhar 2 Plagiarism Row: Filmmaker Santosh Kumar claims Aditya Dhar stole his script for Ranveer Singh starrer

Dhurandhar 2 Plagiarism Row: Filmmaker Santosh Kumar claims Aditya Dhar stole his script for Ranveer Singh starrer

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Controversy: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણવીર સિંહ સ્ટારર અને આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર 2’ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક તરફ આ ફિલ્મને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણવામાં આવી રહી છે, તો બીજી તરફ હવે વાર્તા ચોરી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એક ફિલ્મમેકર અને લેખકે દાવો કર્યો છે કે ‘ધુરંધર ધ રિવિંજ’ ની વાર્તા તેમની મૂળ સ્ક્રિપ્ટમાંથી ચોરવામાં આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર બોલિવૂડમાં મૌલિકતા અને કોપીરાઈટ બાબતે નવી ચર્ચા છેડાઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ

સંતોષ કુમારનો દાવો અને પુરાવા તરીકે ઈમેલ રજૂ કર્યા

રિપોર્ટ અનુસાર, લેખક-નિર્દેશક સંતોષ કુમાર R.S એ આક્ષેપ કર્યો છે કે તેમણે 2023માં એક મોટી પ્રોડક્શન હાઉસ સાથે આ સ્ક્રિપ્ટ શેર કરી હતી. તેમનો ઈરાદો આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવાનો હતો. સંતોષ કુમારનો દાવો છે કે તેમની મૂળ વાર્તાને બદલીને તેને રાજકીય પ્રોપેગેન્ડા  નું રૂપ આપી દેવામાં આવ્યું છે. પુરાવા તરીકે તેમણે ઈમેલ અને સ્ક્રિપ્ટના કેટલાક પાના પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. હવે તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે.


જોકે, આ સ્ક્રિપ્ટ વિવાદ અને પ્રોપેગેન્ડાના આરોપોની ફિલ્મની કમાણી પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. ‘ધુરંધર 2’ દેશ અને વિદેશમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. રિલીઝના માત્ર 12 દિવસમાં જ આ સ્પાય થ્રિલર ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 836 કરોડનો બિઝનેસ કરી લીધો છે. જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન ની વાત કરીએ તો આ આંકડો  1380 કરોડને પાર કરી ગયો છે. આદિત્ય ધરની આ ફિલ્મે સફળતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.
Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
Dhurandhar 2 Dawood Ibrahim: શું ‘બડે સાહબ’ નું પાત્ર દાઉદ પર આધારિત છે? પત્રકારે ડોનની તબિયત અંગે કર્યો મોટો ખુલાસો
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: ‘‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’ માં હાઈ-વોલ્ટેજ ડ્રામા: લગ્નના મંડપમાં તુલસી ખોલશે એવું રહસ્ય કે હચમચી જશે આખો પરિવાર!
Exit mobile version