Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Song: ‘આરી આરી’ ગીતે રિલીઝ થતા જ રચ્યો ઈતિહાસ, જસકીરત રાંગીના બદલાના અંદાજે ઈન્ટરનેટ પર લગાવી આગ

Dhurandhar 2 Song: બોમ્બે રોકર્સના આઈકોનિક ગીતનું રિક્રિએશન: શાશ્વત સચદેવનું મ્યુઝિક અને નવતેજ સિંહના અવાજે મચાવી ધૂમ, સોશિયલ મીડિયા પર ગીત હિટ

Dhurandhar 2 Song Ari Ari Out: Jasirat Rangi’s Revenge Theme Song Goes Viral Within Hours

Dhurandhar 2 Song Ari Ari Out: Jasirat Rangi’s Revenge Theme Song Goes Viral Within Hours

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Song: રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ ના પહેલા ભાગના ગીતો સુપરહિટ રહ્યા બાદ હવે તેના બીજા ભાગ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ ના ગીતોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન મેકર્સ દ્વારા ‘આરી આરી’ ગીત પૂરું રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતની એક ઝલક ટ્રેલરમાં જોવા મળી હતી, જેનાથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. યુટ્યુબ પર ગીત રિલીઝ થતાની સાથે જ માત્ર એક કલાકમાં 4 લાખથી વધુ લોકોએ તેને નિહાળ્યું છે.આ ગીત વર્ષ 2000ના ફેમસ ‘બોમ્બે રોકર્સ’ ના ગીતનું રિક્રિએટેડ વર્ઝન છે. શાશ્વત સચદેવે આ ગીતને મ્યુઝિક આપ્યું છે, જ્યારે તેના લિરિક્સ ઈરશાદ કામિલ અને બોમ્બે રોકર્સ દ્વારા લખવામાં આવ્યા છે. આ ગીત નવતેજ સિંહ રેહલે ગાયું છે. ગીતના શબ્દો ફિલ્મની થીમ અને જસકીરત રાંગીના બદલાની લાગણીને સચોટ રીતે વ્યક્ત કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Taj Story OTT Release: પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે?

જસકીરત રાંગીના બદલાની થીમ અને પાવરફુલ લિરિક્સ

જોકે ગીતના વીડિયોમાં ફિલ્મની વાર્તા અંગે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી અને જૂના વિઝ્યુઅલ્સનો ઉપયોગ થયો છે, પરંતુ લોકો તેના લિરિક્સને ફિલ્મની વાર્તા સાથે જોડી રહ્યા છે. ગીતની અંગ્રેજી લાઈન્સ ‘My Father raised me a Winner, If I kill for my People, It don’t make me a Sinner’ (મારા પિતાએ મને વિજેતા તરીકે ઉછેર્યો છે, જો હું મારા લોકો માટે લોહી વહાવું તો તે પાપ નથી) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ આ લાઈન્સ પર ફાયર ઈમોજી મૂકીને ગીતને સુપરહિટ ગણાવી રહ્યા છે.


‘ધુરંધર’ ના પહેલા ભાગના તમામ ગીતો ચાર્ટબસ્ટર સાબિત થયા હતા. ‘ધુરંધર ટાઈટલ ટ્રેક’, ‘શરારત’, ‘ગહેરા હુઆ’, ‘કારવાં’ અને ‘ફાસલા’ જેવા ગીતો લોકોના ફેવરિટ બન્યા હતા. ‘ફાસલા’ ગીત બહેરીનના સિંગર ફ્લિપેરાચી દ્વારા ગાવામાં આવ્યું હતું. તેમણે અગાઉ સંકેત આપ્યો હતો કે બીજા ભાગમાં પણ તેઓ પ્રેક્ષકો માટે કંઈક સરપ્રાઈઝ લાવી શકે છે. હવે ‘આરી આરી’ ની સફળતા બાદ ફિલ્મના અન્ય ગીતો માટે પણ અપેક્ષાઓ વધી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna| ‘મેસા’ માટે રશ્મિકા મંદાના બની ‘ફાઈટર’! કેરળના ઘનઘોર જંગલોમાં જોખમી સ્ટંટ કરતી જોવા મળશે નેશનલ ક્રશ
Kabhi Alvida Naa Kehna| ‘કભી અલવિદા ના કહેના’ હવે OTT પર! ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં લાવશે કરણ જોહર, ફેન્સ થયા એક્સાઇટેડ
Rihanna| રિહાનાનો દેશી અંદાજ! અંબાણી પરિવારની મહેફિલમાં આરતી અને ફૂલોની હોળી રમીને ગ્લોબલ સ્ટારે બનાવ્યા સૌને દીવાના
Yeh Rishta Kya Kehlata Hai| ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને ઋષભ જાયસ્વાલે કહ્યું અલવિદા હવે ‘કૃષ બંસલ’ તરીકે કોણ મચાવશે ધૂમ?
Exit mobile version