Site icon

Dhurandhar 2 Teaser: રણવીર સિંહનો સ્વેગ અને ડોજા કેટનો અવાજ: ‘ધુરંધર 2’ ના ટીઝરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે મચાવ્યો ખળભળાટ; જાણો ‘AAAHH MEN’ ની ખાસ વાતો

Dhurandhar 2 Teaser: આદિત્ય ધરની ફિલ્મની મ્યુઝિકલ લેગસી યથાવત; 'ધુરંધર 1' માં FA9LA ગીતે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ, હવે બીજા ભાગમાં પણ ઇન્ટરનેશનલ તડકો

Dhurandhar 2 Teaser: After the Global Success of FA9LA, Now Doja Cat’s Song 'AAAHH MEN' Trends

Dhurandhar 2 Teaser: After the Global Success of FA9LA, Now Doja Cat’s Song 'AAAHH MEN' Trends

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Teaser: રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર 2’ નું ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પહેલા ભાગમાં જે રીતે બહેરીનના રેપર ફ્લિપરાચીના અરબી ગીત ‘FA9LA’ એ ધૂમ મચાવી હતી, તે જ રીતે હવે ‘ધુરંધર 2’ ના ટીઝરમાં વાગતા ગીત ‘AAAHH MEN’ ની ચર્ચા થઈ રહી છે. આ ગીત ફિલ્મને એક આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ આપી રહ્યું છે.મેકર્સ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે કે તેમણે હોલીવુડની જાણીતી રેપર ડોજા કેટનું (Doja Cat) ગીત ‘AAAHH MEN’ આ ટીઝરમાં સામેલ કર્યું છે. આ ગીતને પ્રોપર લાયસન્સ અને ક્રેડિટ્સ સાથે તેના ઓરિજિનલ વર્ઝનમાં જ વાપરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2025 માં રિલીઝ થયેલા આ ગીતે યુટ્યુબ  પર ટીઝરની સાથે જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Manoj Bajpayee Ghooskhor Pandat Controversy: રિલીઝ પહેલા જ વિવાદ: ‘ઘૂસખોર પંડત’ ના ટાઈટલથી લાગણી દુભાઈ હોવાનો દાવો, જાણો શું છે સમગ્ર મામલો

શું છે આ ગીત અને કોણ છે તેની સિંગર? 

‘AAAHH MEN’ ગીત અમેરિકાની પોપ્યુલર રેપર અને સિંગર ડોજા કેટ દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીત તેના પાંચમા સ્ટુડિયો આલ્બમ ‘Vie’ નો હિસ્સો છે. ડોજા કેટનું સાચું નામ અમલા રત્ના ઝાન્ડિલ દલામિની છે. તેને ‘પોપ રેપની ક્વીન’  તરીકે ઓળખવામાં આવે છે. ટાઈમ મેગેઝિને તેને વિશ્વની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સ્થાન આપ્યું છે. ‘ધુરંધર’ ના પહેલા ભાગમાં અક્ષય ખન્નાના ડાન્સ સીક્વન્સમાં વપરાયેલું ગીત ‘FA9LA’ એટલું વાયરલ થયું હતું કે તેણે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં સ્થાન મેળવ્યું હતું. આ ગીત બિલબોર્ડ અરેબિયા ચાર્ટ્સમાં સૌથી લાંબા સમય સુધી નંબર 1 પર રહ્યું હતું. મેકર્સે બીજા ભાગમાં પણ તે જ પ્રકારની મ્યુઝિકલ લેગસી જાળવી રાખી છે.


ડોજા કેટના નામે એક ગ્રેમી એવોર્ડ, 6 બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ અને અનેક એમટીવી મ્યુઝિક એવોર્ડ્સ છે. અત્યાર સુધી તેના 34 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચાયા છે. ‘ધુરંધર 2’ માં તેના ગીતનો ઉપયોગ કરવા બદલ ફેન્સ મેકર્સની પ્રશંસા કરી રહ્યા છે. આદિત્ય ધરે સંગીત પસંદગીમાં કંઈક હટકે વિચારીને ફિલ્મને ગ્લોબલ લુક આપ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Vadh 2 Review: ‘વધ’ કરતા પણ વધુ ખતરનાક નીકળી ‘વધ 2’, સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક્ટિંગ તમને ચોંકાવી દેશે
‘Dhurandhar 2: રણવીર સિંહનો પાવર! રિલીઝ પહેલા જ ‘ધુરંધર 2’ એ ‘ધુરંધર 1’ ને પછાડી, OTT રાઈટ્સના આંકડા જાણી આંખો ફાટી જશે
Exit mobile version