Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Box Office Day 41: ધ રાજા સાબ’ સામે પણ ‘ધુરંધર’ (Dhurandhar) ની ગર્જના, 41માં દિવસે પણ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ; જાણો લેટેસ્ટ કલેક્શન

Dhurandhar Box Office Day 41: રણવીર સિંહની ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી; 41 દિવસમાં વર્લ્ડવાઈડ ₹1269 કરોડનો આંકડો પાર કરીને સર્જ્યો ઈતિહાસ

Dhurandhar Box Office Day 41: Ranveer Singh starrer roars even after 40 days

Dhurandhar Box Office Day 41: Ranveer Singh starrer roars even after 40 days

News Continuous Bureau | Mumbai

Dhurandhar Box Office Day 41: રણવીર સિંહ  અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ ને સિનેમાઘરોમાં રિલીઝ થયે દોઢ મહિનો થવા આવ્યો છે, પરંતુ તેની રફ્તાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે 5 ડિસેમ્બરે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર અનેક મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. નવાઈની વાત એ છે કે, દોઢ મહિનો જૂની હોવા છતાં આ ફિલ્મ પ્રભાસની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ રાજા સાબ’ (The Raja Saab) ને પણ જોરદાર ટક્કર આપી રહી છે.રિલીઝના છઠ્ઠા બુધવારે (41મા દિવસે) ફિલ્મે ફરી એકવાર કમાણીમાં તેજી બતાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, છઠ્ઠા સોમવાર અને મંગળવારે 2 કરોડની આસપાસ કમાણી કર્યા બાદ બુધવારે કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો

41મા દિવસે કેટલું રહ્યું કલેક્શન?

અર્લી ટ્રેન્ડ રિપોર્ટ મુજબ, ફિલ્મે 41માં દિવસે આશરે 3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન હવે 813.60 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. છઠ્ઠા અઠવાડિયામાં પણ ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે તે જોતા અંદાજ છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તે 25 કરોડનો આંકડો પાર કરી લેશે.


ભારતની સાથે વિદેશોમાં પણ ‘ધુરંધર’ નો જાદુ યથાવત છે.ભારતનું ગ્રોસ કલેક્શન 976.1 કરોડ રૂપિયા (અંદાજિત) ધુરંધર ની વિદેશમાં કમાણી: 293 કરોડ રૂપિયા છે જયારે કે ફિલ્મ ની વર્લ્ડવાઈડ કુલ કમાણી: 1269.1 કરોડ રૂપિયાછે.  આ આંકડાઓ સાથે ‘ધુરંધર’ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ટોચની ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. અક્ષય ખન્ના અને રણવીર સિંહની જોડીને દર્શકો હજુ પણ પસંદ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version