Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!

Dhurandhar Box Office Record: નવા વર્ષના પહેલા દિવસે ₹૧૫.૭૫ કરોડનું કલેક્શન; ભારતમાં કુલ કમાણી ₹૭૩૯ કરોડને પાર, હવે ‘ધુરંધર ૨’ ની આતુરતા.

Dhurandhar Box Office Record: First Indian film to earn double digits for 28 consecutive days

Dhurandhar Box Office Record: First Indian film to earn double digits for 28 consecutive days

News Continuous Bureau | Mumbai

Dhurandhar Box Office Record: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ૨૮મા દિવસે પણ પોતાની પકડ મજબૂત રાખી છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આ ફિલ્મે ૧૫.૭૫ કરોડની કમાણી કરી છે, જેની સાથે તે સતત ૨૮ દિવસ સુધી દરરોજ ૧૦ કરોડથી વધુનો બિઝનેસ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Toxic: ટોક્સિક’ માંથી નયનતારાનો ધમાકેદાર લૂક આઉટ: હાથમાં બંદૂક અને દમદાર અંદાજમાં જોવા મળી અભિનેત્રી, જાણો શું છે પાત્રનું નામ

૨૮મા દિવસે પણ ક્રેઝ યથાવત

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર’ એ ૨૮મા દિવસે (૧ જાન્યુઆરી)  ૧૫.૭૫ કરોડની કમાણી કરી છે. સામાન્ય રીતે ફિલ્મો ત્રીજા કે ચોથા અઠવાડિયામાં સુસ્ત પડી જતી હોય છે, પરંતુ રણવીર સિંહની આ ફિલ્મે નવા વર્ષની રજાનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. ભારતમાં અત્યાર સુધીની કુલ કમાણી  ૭૩૯ કરોડ પર પહોંચી ગઈ છે.છેલ્લા સાત દિવસમાં પણ ફિલ્મે દરરોજ ૧૦ કરોડથી વધુની કમાણી કરીને સ્થિરતા બતાવી છે, જે ફિલ્મની મજબૂત કન્ટેન્ટ અને લોકપ્રિયતા દર્શાવે છે.


આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મના શાનદાર પ્રતિસાદને જોતા મેકર્સે તેના બીજા ભાગ ‘ધુરંધર ૨’ ની જાહેરાત પણ કરી દીધી છે, જે ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Exit mobile version