Site icon

Dhurandhar OTT: ‘ધુરંધર’ એ તોડ્યો ‘પુષ્પા 2’ નો રેકોર્ડ: નેટફ્લિક્સે અધધ.. આટલા કરોડમાં ખરીદ્યા રણવીર સિંહની ફિલ્મના રાઈટ્સ!

Dhurandhar OTT: બોક્સ ઓફિસ બાદ હવે ઓટીટી પર પણ રણવીરનો જાદુ; ટૂંક સમયમાં ભારતીય બજારમાં ૬૦૦ કરોડની કમાણી કરશે ‘ધુરંધર’

Dhurandhar breaks Pushpa 2's record; Netflix buys digital rights of Ranveer Singh starrer for a massive ₹285 crore

Dhurandhar breaks Pushpa 2's record; Netflix buys digital rights of Ranveer Singh starrer for a massive ₹285 crore

News Continuous Bureau | Mumbai

Dhurandhar OTT: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, નેટફ્લિક્સે આ ફિલ્મના સ્ટ્રીમિંગ રાઈટ્સ ખરીદવા માટે અત્યાર સુધીની સૌથી મોટી રકમ ખર્ચ કરી છે. આ ડીલ એટલી મોટી છે કે તેણે અગાઉ ‘પુષ્પા 2: ધ રૂલ’ દ્વારા બનાવવામાં આવેલ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.મીડિયા રિપોર્ટ મુજબ, ‘ધુરંધર’ એ અત્યાર સુધીની સૌથી મોટી ઓટીટી ડીલ ક્રેક કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Drishyam 3 Cast Update: દ્રશ્યમ 3 માં મોટો ધમાકો: અજય દેવગન સાથે ટકરાશે આ દિગ્ગજ એક્ટર, ફિલ્મમાં ભજવશે અત્યાર સુધીનું સૌથી રહસ્યમય પાત્ર

‘પુષ્પા 2’ કરતા પણ મોંઘી વેચાઈ ‘ધુરંધર’

નેટફ્લિક્સે ‘પુષ્પા 2: ધ રૂલ’ ના ડિજિટલ રાઈટ્સ ૨૭૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે ૨૮૫ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપીને નેટફ્લિક્સે ‘ધુરંધર’ ના રાઈટ્સ મેળવ્યા છે. આ ડીલ દર્શાવે છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રણવીર સિંહ અને આ ફિલ્મની વાર્તાને લઈને કેટલો ક્રેઝ છે. કમાણીની વાત કરીએ તો, ‘ધુરંધર’ એ અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર કુલ ૫૮૯.૫૦ કરોડ રૂપિયા નું કલેક્શન કરી લીધું છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે, તે જોતા આગામી એક-બે દિવસમાં તે ૬૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ ૯૦૧ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.


આ ફિલ્મની સફળતાને જોતા મેકર્સે તેના સિક્વલની પણ જાહેરાત કરી દીધી છે. ‘ધુરંધર 2’ આવતા વર્ષે ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version