Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar OTT Release:રણવીર સિંહની ‘ધુરંધર’ એ રજનીકાંત-શાહરૂખના રેકોર્ડ તોડ્યા! 55 દિવસ બાદ હવે OTT પર થશે રિલીઝ, ફેન્સને મળશે મોટું સરપ્રાઈઝ

Dhurandhar OTT Release:થિયેટર કરતા પણ લાંબી હશે ફિલ્મ! 30 જાન્યુઆરીએ ડિજિટલ ડેબ્યૂની શક્યતા; 'બોર્ડર 2' ની સ્પર્ધા વચ્ચે પણ બોક્સ ઓફિસ પર અજેય રહી 'ધુરંધર'

Dhurandhar OTT Release: Ranveer Singh’s Blockbuster to Stream on Netflix with Extended Uncut Version

Dhurandhar OTT Release: Ranveer Singh’s Blockbuster to Stream on Netflix with Extended Uncut Version

News Continuous Bureau | Mumbai

Dhurandhar OTT Release:રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર સ્પાય-એક્શન ફિલ્મ ‘ધુરંધર’ હવે OTT પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ નહીં, પરંતુ એક ખાસ ‘એક્સટેન્ડેડ અનકટ વર્ઝન’  માં સ્ટ્રીમ કરવામાં આવશે. સિનેમાઘરોમાં આ ફિલ્મનો રનટાઈમ 3 કલાક 34 મિનિટ હતો, પરંતુ નેટફ્લિક્સ પર મુકાનારા વર્ઝનમાં દર્શકોને એવા સીન્સ પણ જોવા મળશે જે થિયેટરમાં કાપી નાખવામાં આવ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ધુરંધર’ 30 જાન્યુઆરી 2026 થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ શકે છે. મેકર્સ તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ ફેન્સ માટે આ એક મોટો સરપ્રાઈઝ સાબિત થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Orry vs Ibrahim Ali Khan: ઓરીએ ઇબ્રાહિમ અલી ખાનને કર્યો ટ્રોલ, અમૃતા સિંહ વિશે કરેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ

બોક્સ ઓફિસ પર 1300 કરોડનો આંકડો પાર

ફિલ્મ ‘ધુરંધર’ એ 55માં દિવસે પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. સની દેઓલની ‘બોર્ડર 2’ રિલીઝ થઈ હોવા છતાં, ‘ધુરંધર’ એ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનમાં  1301 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં ₹835.50 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ ભારતીય સિનેમાની પ્રથમ એવી ફિલ્મ છે જે એક જ ભાષામાં રિલીઝ થઈ હોવા છતાં  1000 કરોડના ગ્રોસ કલેક્શનને પાર કરી ગઈ છે.


આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માટે નેટફ્લિક્સ સાથે એક મોટી ડીલ થઈ છે. રિપોર્ટ્સ મુજબ, ‘ધુરંધર’ અને તેની સિક્વલ ‘ધુરંધર 2’ ના ડિજિટલ રાઈટ્સ આશરે  130 કરોડ માં વેચાયા છે. બીજી તરફ, નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર 2’ ની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ‘બોર્ડર 2’ એ 6 દિવસમાં વર્લ્ડવાઈડ  295.10 કરોડની કમાણી કરી છે, જે ‘ધુરંધર’ ના શરૂઆતના કલેક્શન કરતા ઓછી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Met Gala 2026 Guest List| મેટ ગાલા 2026 માં બોલિવૂડનો દબદબો કરણ જોહર કરશે ડેબ્યૂ, શું દીપિકારણવીર રેડ કાર્પેટ પર સાથે દેખાશે? જાણો કોણ કોણ થશે સામેલ
Anupamaa Public Reactions। રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી
Yami Gautam Aditya Dhar| ‘ધુરંધર 2’ ની સફળતા બાદ પત્ની માટે ‘બેબી સિટર’ બન્યા આદિત્ય ધર યામી ગૌતમે શૂટિંગમાં વ્યસ્ત રહેવા વચ્ચે પરિવારના સપોર્ટ સિસ્ટમના કર્યા વખાણ
Tumbbad 2 Casting| ‘તુમ્બાડ 2’માં કોણ બનશે ડરામણી વાર્તાનો હિસ્સો? પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સહિત આ દિગ્ગજ અભિનેત્રીઓના નામ રેસમાં
Exit mobile version