Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Shararat song: ‘ધુરંધર’નું ‘શરારત’ ગીત શૂટ કરવામાં કોરિયોગ્રાફરના છૂટી ગયા હતા પરસેવા, એક પરફેક્ટ શોટ માટે ખર્ચ્યો દોઢ કલાક!

Dhurandhar Shararat song: વિજય ગાંગુલીએ ખોલ્યા શૂટિંગના રાઝ; ક્રિસ્ટલ ડિસોઝા અને આયેશા ખાનના હૂકસ્ટેપે મચાવી ધૂમ, મેકર્સ પાસે સમય હતો ઓછો પણ રિઝલ્ટ મળ્યું જોરદાર

Dhurandhar Shararat song was shot in 48 hours; Choreographer Vijay Ganguly recalls the struggle behind the perfect take

Dhurandhar Shararat song was shot in 48 hours; Choreographer Vijay Ganguly recalls the struggle behind the perfect take

News Continuous Bureau | Mumbai

Dhurandhar Shararat song: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ અત્યારે બોક્સ ઓફિસની સાથે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી છે. ખાસ કરીને આ ફિલ્મનું ગીત ‘શરારત’   તેના એનર્જેટિક બીટ્સ અને ક્યૂટ હૂકસ્ટેપને કારણે ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત ક્રિસ્ટલ ડિસોઝા અને આયેશા ખાન પર ફિલ્માવવામાં આવ્યું છે. હાલમાં જ આ ગીતના કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ શૂટિંગ દરમિયાન પડેલી મુશ્કેલીઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan Fitness Secret: ૫૧ની ઉંમરે પણ હૃતિક રોશન કેવી રીતે દેખાય છે આટલો યંગ? અભિનેતાએ પોતે જ શેર કર્યો પોતાનો ‘સીક્રેટ’ ડાયટ પ્લાન

 માત્ર 48 કલાક અને રણવીર સિંહના લગ્નનું શૂટિંગ

વિજય ગાંગુલીએ જણાવ્યું કે, આ ગીતનું શૂટિંગ કરવા માટે તેમની પાસે માત્ર બે દિવસ એટલે કે 48 કલાકનો જ સમય હતો. આ દરમિયાન જ ફિલ્મમાં રણવીર સિંહના વેડિંગ પોર્શનનું પણ શૂટિંગ કરવાનું હતું. ઓછા સમયમાં મોટા સ્કેલ પર શૂટિંગ કરવાનું હોવાથી આખી ટીમ પર સતત દબાણ વધી રહ્યું હતું. વિજયે સ્વીકાર્યું કે તેણે પોતાના કરિયરમાં આટલો જબરદસ્ત પ્રતિસાદ કોઈ ગીત માટે પહેલાં ક્યારેય જોયો નથી.


શૂટિંગનો કિસ્સો શેર કરતા વિજયે જણાવ્યું કે, એક ખાસ સીન હતો જેમાં પડદા પાછળથી કલાકારોએ એક પછી એક એન્ટ્રી લેવાની હતી. ક્રિસ્ટલ અને આયેશાએ ભાગીને એકબીજાને જોઈન કરવાનું હતું. આ ટેકમાં કંઈક એવી ગરબડ થતી હતી કે કોઈને કોઈ ‘ટ્રેક’ ની બહાર નીકળી જતું હતું. દોઢ કલાકની મહેનત અને વારંવારના રી-ટેક પછી આખરે એ પરફેક્ટ શોટ મળ્યો જે આજે દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version