Site icon News Continuous Bureau | Mumbai

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે કર્યા લગ્ન, જુઓ વરમાળાથી લઈને રજિસ્ટર મેરેજ સુધીની તસવીરો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 ફેબ્રુઆરી 2021

પોતાના અભિનય અને સુંદરતાના કારણે ચાહકોના દિલમાં રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા તથા વૈભવ રેખીએ ગઈકાલે એટલે કે 15 ફેબ્રુઆરી, સોમવારના રોજ હિંદુ રીત-રિવાજ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. લગ્ન બાદ બંનેએ રજિસ્ટર મેરેજ પણ કર્યાં હતાં. 

લગ્નમાં અભિનેત્રી દિયા મિર્ઝાએ લાલ રંગની બનારસી સાડી પહેરી હતી. દિયા મિર્ઝા બનારસી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. દિયાએ ગોલ્ડન નેકલેસ તથા ગ્રીન બંગડીઓ અને માથે ટીકો પહેર્યો હતો. તેણે માથા પર લાલ રંગની ચૂંદડી ઓઢી હતી. તો વૈભવે વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા અને ગોલ્ડન સાફો બાંધ્યો હતો.  

દિયા તથા વૈભવના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહી છે. 

 

દિયા મિર્ઝા લગ્ન બાદ પતિ વૈભવ સાથે ઘરની બહાર આવી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.  

નોંધનીય છે કે વૈભવ અને દિયા બંનેના આ બીજા લગ્ન છે. અગાઉ દિયાએ 2014 માં સાહિલ સાથે લગ્ન કર્યા હતા અને 2019 માં પતિથી અલગ થઇ ગઈ હતી અને વૈભવે અગાઉ જાણીતી યોગા ઈન્ટસ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી પણ છે.

Raha Kapoor Bollywood Debut Ramayana રણબીર કપૂરની પુત્રી રાહા ૪ વર્ષની વયે બોલિવૂડ ડેબ્યૂ કરવા સજ્જ? નીતિશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’માં જોવા મળશે ખાસ ઝલક
Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Exit mobile version