Site icon News Continuous Bureau | Mumbai

એક સમયે 50 રૂપિયામાં કામ કરનાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના આ અભિનેતા આજે છે કરોડોની સંપત્તિના માલિક; જાણો તે કલાકાર ની નેટવર્થ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ટેલિવિઝનની દુનિયામાં પોતાનું નામ બનાવનાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી આજે કોઈ ઓળખ કે પરિચયની જરૂર નથી.પોતાના દમદાર અભિનયથી બધાને દિવાના બનાવનાર દિલીપ જોશી જેઠાલાલના નામથી જ ઓળખાય છે, કારણ કે ટીવીની પ્રખ્યાત સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ થી તેમને દર્શકોમાં એક અલગ જ ઓળખ મળી હતી. દિલીપ જોશીએ માત્ર 12 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી.અને આજે તેઓએ પોતાની મહેનતના દમ પર એક મોટું સ્થાન હાંસલ કર્યું છે અને સાથે જ વૈભવી જીવન જીવે છે. તો ચાલો તમને જણાવીએ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની જીવનશૈલી વિશે.

દિલીપ જોશી ખાવાના ખૂબ જ શોખીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ખાવામાં અને જે પણ ખાવા મળે છે તેમાં વધારે વિચારતા નથી. તેઓ તેને ખૂબ ઉત્સાહથી ખાય છે. તેમને જલેબી, ફાફડા ખાવા ખૂબ ગમે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ પોતાના સંઘર્ષ વિશે વાત કરતા કહ્યું કે, તેણે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં તેને રોલ દીઠ 50 રૂપિયા મળતા હતા. તે સમયે તેને કોઈએ કામ આપ્યું ન હતું.

દિલીપ જોશીની કમાણી વિશે વાત કરીએ તો, તે ટીવી સિરિયલો, જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશન અને સોશિયલ મીડિયા દ્વારા પણ સારી કમાણી કરે છે.તેમજ દિલીપ જોશી તેના જેઠાલાલનું પાત્ર ભજવવાના એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે મહિનામાં લગભગ 25 દિવસ શૂટિંગ કરે છે અને તે મુજબ તે આ શોમાંથી દર મહિને 36 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.

રિલીઝ પહેલા આ મૂવીનો નવો રેકોર્ડ! યુ.એસ.માં સૌથી વધુ મલ્ટિપ્લેક્સમાં પ્રદર્શિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ; જાણો તે ફિલ્મ વિશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લક્ઝરી કારનો પણ ઘણો શોખ છે. તેની પાસે લગભગ 80 લાખ રૂપિયાની Audi Q7 કાર છે. આ સિવાય તેને ટોયોટા ઈનોવા MPV ચલાવવાનો શોખ છે. ગુજરાતના પોરબંદરમાં જન્મેલા દિલીપ જોશી હવે મુંબઈમાં રહે છે જ્યાં તેમની પાસે એક આલીશાન ઘર છે. જેમાં તે સંપૂર્ણ પરિવાર સાથે જીવન જીવે છે.દિલીપ જોશીની નેટવર્થ પણ કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયાથી વધુ છે.

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version