Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા દિલીપ કુમારના વધુ એક ભાઈનું કોરોનાના કારણે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 સપ્ટેમ્બર 2020

અભિનેતા દિલીપકુમારનાં વધુ એક ભાઈનું કોરોનાને લીધે નિધન થયું છે. દિલીપ કુમારના નાનાભાઈ એહસાન ખાન કોરોનાની મહામારીમાં સપડાયા હતા. તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી પરંતુ તેમણે ગઇકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. એહસાન ખાનની કોરોનાની સાથે હૃદયની બિમારી, હાઈપર ટેન્શન અને અલ્ઝાઇમર જેવી બિમારીઓની સારવાર પણ ચાલી રહી હતી.

તેમના નિધનથી પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો. નોંધનીય છે કે ગત 21 ઓગસ્ટનાં રોજ દિલીપકુમારના નાનાભાઈ અસલમ ખાનનું પણ કોરોનાને લીધે નિધન થયું હતું. દિલીપકુમારના આ બંને ભાઈઓને શ્વાસની તકલીફ થતાં બંનેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બંનેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં બંને ભાઈઓના એક પછી એક મોત થતા પરિવાર આઘાતમાં ગરક થઇ ગયો છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8 

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version