News Continuous Bureau | Mumbai
Dipika kakar son: ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે 3 મહિના પહેલા પુત્ર રુહાન ને જન્મ આપ્યો હતો. લગ્નના 5 વર્ષ પછી તેમેં ત્યાં પુત્ર નો જન્મ થયો. રુહાનના આગમન સાથે શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. ઘણા સમયથી દીપિકા અને શોએબના ફેન્સ તેમને તેમના નવજાત બાળકની તસવીરો શેર કરવા ની માંગ કરી રહ્યા હતા હવે આખરે દંપતીએ રૂહાન નો ચહેરો બતાવ્યો છે
દીપિકા અને શોએબે રીવીલ કર્યો તેમના પુત્ર નો ચહેરો
હાલમાં જ દીપિકા અને શોએબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાના લાડકા પુત્ર રૂહાન ની ઝલક બતાવી છે. આ દરમિયાન કપલ પોતાના પુત્રને ખોળામાં બેસાડી ને તેને કિસ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેનો પુત્ર કેમેરા તરફ એકીટશે જોઈ રહ્યો છે.
પ્રિમેચ્યોર જન્મ્યો હતો દીપિકા અને શોએબ નો પુત્ર
ટીવી અભિનેત્રી દીપિકાએ 21 જૂને પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તેનો પુત્ર સમય પહેલા જન્મ્યો હતો. જેના કારણે તે ખૂબ જ નબળો હતો અને તેને લાંબા સમય સુધી NACUમાં રાખવો પ[દ્યો હતો. ત્યારબાદ લગભગ એક મહિના પછી, દંપતી તેમના બાળકને ઘરે લાવ્યા અને તેમના સમગ્ર પરિવારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આ સમાચાર પણ વાંચો : salman khan show bigg boss: શું સલમાન ખાન ના વિવાદાસ્પદ શો બિગ બોસ 17 માં ભાગ લેશે અનુપમા ફેમ અનુજ ની પત્ની? અભિનેત્રી આકાંક્ષા એ કર્યો ખુલાસો
