Site icon

Sridevi Fan Story: અનોખો પ્રેમ! આ ડાયરેક્ટરે શ્રીદેવી માટે હોસ્ટેલમાં જ બનાવ્યો આખો રૂમ, ફિલ્મી દુનિયાનો ચોંકાવનારો કિસ્સો

Sridevi Fan Story: શ્રીદેવી ના લાખો ચાહકો હતા પરંતુ તેમાંથી એક ચાહકો તો ઇન્ડસ્ટ્રી માં થી જ છે જેમણે પોતાની દીવાનગીમાં પોતાના કોલેજના બોયઝ હોસ્ટેલના રૂમને ‘શ્રીદેવી રૂમ’ બનાવી દીધો હતો.

Director Ravi K Chandran Built a ‘Sridevi Room’ in His Hostel to Honor His Icon

Director Ravi K Chandran Built a ‘Sridevi Room’ in His Hostel to Honor His Icon

News Continuous Bureau | Mumbai

Sridevi Fan Story: બોલીવૂડની પહેલી ફીમેલ સુપરસ્ટાર શ્રીદેવી ના લાખો ચાહકો હતા, જેમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો પણ સામેલ હતા. આવા જ એક ચાહક હતા જાણીતા ડાયરેક્ટર અને સિનેમેટોગ્રાફર રવિ કે ચંદ્રન, જેમણે પોતાની દીવાનગીમાં પોતાના કોલેજના બોયઝ હોસ્ટેલના રૂમને ‘શ્રીદેવી રૂમ’ બનાવી દીધો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan Filmfare: 25 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળ્યો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ, આ લોકો ને શ્રેય આપતા પુરસ્કાર કર્યો સમર્પિત

કોલેજ હોસ્ટેલમાં શ્રીદેવીના પોસ્ટર્સથી ભરેલો રૂમ

રવિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ શ્રીદેવીના એટલા મોટા ચાહક હતા કે એક વખત તેમણે થિયેટરમાંથી શ્રીદેવીનો લાઈફ સાઈઝ કટઆઉટ ચોરી લીધો હતો અને પોતાના રૂમમાં મૂકી દીધો હતો. રૂમની દીવાલો શ્રીદેવીના ફોટા, અખબારમાંથી કાપેલા કટિંગ્સ અને પોસ્ટર્સથી ભરેલી હતી. મિત્રો તેમના રૂમને “પ્રાર્થનાનું સ્થાન” કહેતા હતા.રવિએ જણાવ્યું કે એક દિવસ તેઓ ફિલ્મમેકર રાજકુમાર સંતોષી ને મળ્યા હતા અને પછી અનિલ કપૂર સાથે ફિલ્મ જોવા ગયા. ત્યાંથી અનિલે શ્રીદેવીને ફોન કર્યો અને થોડી જ વારમાં શ્રીદેવી તેમની કારમાં આવીને બેઠી. રવિ માટે એ પળ જીવનભર યાદગાર રહી. તેમણે શ્રીદેવીને પોતાના હોસ્ટેલ રૂમના કિસ્સા વિશે પણ કહ્યું.


શ્રીદેવીનું નામ હંમેશા બોલીવૂડના ઈતિહાસમાં સોનાના અક્ષરોમાં લખાશે. ‘ચાંદની’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘નગીના’, ‘ચાલબાઝ’, ‘લાડલા’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર શ્રીદેવીનું 2018માં અવસાન થયું હતું, પણ તેમના ચાહકોના દિલમાં આજે પણ તેઓ જીવંત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saurabh Shukla Barfi: મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા સૌરભ શુક્લા, રણબીર સાથેની મુલાકાતે આ રીતે બદલ્યું તેમનું નસીબ
Pranutan Bahl: નૂતનની પૌત્રી હોવા છતાં ન મળ્યો લાભ, પ્રનૂતન બહલે સ્ટારકિડ હોવા ને લઈને કહી આવી વાત
Filmfare 2025: બચ્ચન પરિવારની ફિલ્મફેરમાં હેટ્રિક, અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખી આવી વાત
Manish Malhotra Diwali Party: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સેલેબ્સ નો જામ્યો ભવ્ય મેળાવડો, સફેદ ડ્રેસ માં કરીના કપૂરે લૂંટી લાઈમલાઈટ
Exit mobile version