Site icon News Continuous Bureau | Mumbai

દિશા પટણીએ સફેદ મોનોકિની પહેરીને પાણીમાં લગાવી દીધી આગ! તેની ગ્લૅમરસ તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી દીધી ધૂમ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

પોતાની સ્ટાઇલથી ચાહકોનું દિલ જીતનારી અભિનેત્રી દિશા પટણી પોતાના ગ્લૅમરસ લુકથી સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચે છે. તે ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિટનેસ માટે ખાસ ઓળખ ધરાવે છે. તેની ગ્લૅમરસ તસવીરો અને ટાઇગર સાથેની તેની ખાસ મિત્રતા ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. તાજેતરમાં તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર તેના ચાહકો સાથે એક ખાસ તસવીર શૅર કરી છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શૅર કરેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે બીચ પર જલપરીની જેમ મોનોકિની પહેરીને સૂતી દિશાના આ ફોટો 6 લાખથી વધુ લાઇક્સ મેળવી ચૂક્યા છે. આ ફોટો શૅર કરતી વખતે દિશા પટણીએ કોઈ કૅપ્શન આપી નથી, પરંતુ કૉમેન્ટ બૉક્સમાં ચાહકોએ પ્રશંસાના પુલ બાંધ્યા છે. ફોટામાં દિશા સીધી કૅમેરા તરફ જોતી જોવા મળી રહી છે અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે દિશા પટણીએ 2015ની  ફિલ્મ સ્પૉર્ટ્સ બાયોપિક ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’થી બૉલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. આ સાથે તે મોહિત સૂરીની ઍક્શન-થ્રિલર ફિલ્મ 'મલંગ'માં પણ જોવા મળી હતી, એમાં અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમુએ અભિનય કર્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી હવે અર્જુન કપૂર અને જ્હૉન અબ્રાહમ સાથે ફિલ્મ 'એક વિલન 2'માં જોવા મળશે. હાલમાં જ દિશા પટણીની ફિલ્મ ‘રાધે’ રિલીઝ થઈ હતી. એમાં તે સલમાન ખાન સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં દિશા પટણીને પસંદ કરવામાં આવી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન અભિનયમાં નહિ, પરંતુ આ ક્ષેત્રમાં બનાવવા માગતી હતી પોતાની કારકિર્દી; જાણો વિગત

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version