Site icon

Disha Patani birthday: એક સમયે દિશા પટની પાસે ભાડું ચુકવવા ના પણ નહોતા પૈસા, આજે અભિનેત્રી જીવી રહી છે લેવીશ લાઈફ, જાણો તેની નેટવર્થ વિશે

Disha Patani birthday: દિશા પટની આજે તેનો 33 મો જન્મદિવસ ઉજવી રહી છે. એક સમયે દિશા પાસે ભાડું ચુકવવાં ના પણ પૈસા નહોતા અને આજે અભિનેત્રી કરોડો ની સંપત્તિ ની માલકીન છે.

disha patani birthday special know actress networth

disha patani birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Disha Patani birthday: બોલીવૂડની ગ્લેમરસ અને ફિટ અભિનેત્રી દિશા પટની (Disha Patani) આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. ઉત્તર પ્રદેશના બરેલી શહેરથી આવેલી દિશા એક સામાન્ય પરિવારથી છે, જ્યાં ફિલ્મી જગત સાથે કોઈ સંબંધ નહોતો. તેમ છતાં, દિશાએ પોતાના સપનાને સાકાર કરવા માટે ઈજનીરિંગ છોડીને મુંબઈનો રસ્તો પકડ્યો તે વખતે તેની પાસે ફક્ત 500 રૂપિયા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kesari 2 OTT: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ માટે તૈયાર કેસરી 2, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો અક્ષય કુમાર ની ફિલ્મ

દિશાની નેટ વર્થ આજે છે 75 કરોડ

મીડિયા રિપોર્ટ મુજબ દિશા પટની ની નેટ વર્થ આજના દિવસે અંદાજે 75 કરોડ છે. તેની વાર્ષિક આવક લગભગ  12 કરોડ છે. દિશા માત્ર ફિલ્મોથી નહીં, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા પણ મોટી કમાણી કરે છે. મુંબઈમાં દિશા નું એક લક્ઝરી ઘર પણ છે. દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી ફિલ્મી જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2016માં ‘એમ.એસ. ધ અનટોલ્ડ સ્ટોરી’  માં ધોનીની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી. આ ફિલ્મથી દિશાને બોલીવૂડમાં ઓળખ મળી અને પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.


દિશા  હવે હોલીવૂડ ફિલ્મ ‘હોલીગાર્ડ્સ’ (Holyguards)થી આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની સુંદરતા, ફિટનેસ અને એક્શન મૂવ્સને કારણે દિશા આજે નેશનલ ક્રશ તરીકે ઓળખાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!
Exit mobile version