Site icon News Continuous Bureau | Mumbai

અભિનય માં નહિ પરંતુ આ ક્ષેત્ર માં પોતાની કરિયર બનાવવા માંગતી હતી દિશા પટની, અભિનેત્રી એ કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓની યાદીમાં સામેલ દિશા પટની આ દિવસોમાં પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી કરિયરની શરૂઆત કરનાર દિશા પટની એ એક ઈન્ટરવ્યુમાં આ રહસ્ય ખોલ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. દિશા પટની એ કહ્યું કે તેણે ક્યારેય અભિનેત્રી બનવાનું સપનું જોયું ન હતું અને તે ખૂબ જ શરમાળ હતી.

એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં દિશાએ જણાવ્યું કે તે અભિનેત્રી નહીં પરંતુ પાઈલટ બનવા માંગતી હતી. દિશા પટની એ કહ્યું, 'હું નાનપણથી જ એરફોર્સ પાયલોટ બનવા માંગતી હતી. જેના માટે મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. લખનૌમાં અભ્યાસ કરતી વખતે, મારા એક મિત્રએ એક મોડેલિંગ સ્પર્ધા વિશે જણાવ્યું જેના વિજેતાને મુંબઈ લઈ જવામાંઆવવાના હતા.આ સાંભળીને કોણ મુંબઈ જવા ના ઈચ્છે. મેં આ સ્પર્ધામાં ભાગ લીધો અને વિજેતા બની . મુંબઈ ગયા પછી એક એજન્સીએ મોડેલિંગની ઓફર કરી. વાતચીતમાં આગળ દિશા કહે છે કે મોડલિંગના કારણે કોલેજમાં તેની હાજરી ઘણી ઓછી હતી, તેથી તેણે રેમ્પ પર ચાલવાનું વધુ સારું માન્યું અને અહીંથી તેની મોડલિંગની સફર શરૂ થઈ. તેણી કહે છે કે કોલેજ લાઇફથી જ તેણીએ સ્વતંત્ર બનવાનું, પોતાના માટે કમાવાનું અને આત્મનિર્ભર બનવાનું શીખી લીધું હતું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિશાનું મુંબઈના બાંદ્રામાં પોતાનું ઘર છે. તેણે 2017માં પોતાને આ નવું એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું હતું. દિશાના આ ઘરનું નામ 'લિટલ હટ' છે. તેની કિંમત 5 કરોડ છે.

'પગ તૂટ્યો પણ હિંમત ન હારી', નવી વહુ અંકિતા લોખંડે જૈનના પગ માં ફ્રેક્ચર , આ ગીત પર કર્યો મસ્તીભર્યો ડાન્સ; જાણો વિગત, જુઓ વીડિયો

દિશા પટની ના કરિયરની વાત કરીએ તો તે છેલ્લે 'રાધેઃ ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશાના અભિનયના વખાણ થયા હતા. આ ફિલ્મ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થઈ હતી. દિશા આગામી સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યોધા'માં જોવા મળશે. દિશા ફિલ્મના શૂટિંગ દરમિયાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સિવાય દિશા અર્જુન કપૂર સાથે ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં પણ જોવા મળશે.

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version