Site icon

તમે ક્યારેય નહીં જોયો હોય ‘તારક મહેતા…’ ફેમ દિશા વાકાણીનો આ અવતાર, બોલ્ડ અને ધમાકેદાર, ડાન્સ ઉડાવી દેશે હોશ; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ટેલિવિઝન જગતનો લોકપ્રિય કૉમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની અભિનેત્રી દિશા વાકાણી એટલે કે દયાભાભી અત્યારે ભલે નાના પડદાથી દૂર હોય પણ તે અવારનવાર કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ચાહકોને આજે પણ આશા છે કે દિશા વાકાણી ટૂંક સમયમાં જ દયાભાભીના પાત્રમાં કમબૅક કરશે. હાલ દિશા વાકાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો નથી, પણ એક ડાન્સનો છે.

આ વાયરલ વીડિયોમાં અભિનેત્રી દિશા વાકાણી ગુજરાતી ગરબા નહીં, પણ માછીમારો જેવો કોળી ડાન્સ કરતી જોવા મળી રહી છે. દિશા વાકાણીનો આ અવતાર કદાચ જ ફેન્સે પહેલાં જોયો હશે. આ વીડિયોમાં દિશા વાકાણી `દરિયા કિનારે એક બંગલો…` ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. વર્ષો જૂના આ વીડિયોમાં પણ દિશા વાકાણી નટખટ અદાઓ બતાવી રહી છે. આ ગીત શ્રીકાંત નારાયણે ગાયું છે અને એનું નિર્માણ વિનસ રેકૉર્ડ્સ અને ટિપ્સ પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યું છે.

મુંબઈકરો સાવચેતી રાખજો સંકટ હજી ટળ્યું નથી. શહેરમાં કોરોના ના નવા કેસ ઘટ્યા પણ ટેસ્ટ પોઝિટિવિટી રેટ વઘીને 2.63% થયો; જાણો આજના તાજા આંકડા

અભિનેત્રી દિશા વાકાણીના આ અવતારને જોયા પછી ચાહકોના હોશ ઊડી ગયા છે. એક ચાહકે કૉમેન્ટમાં લખ્યું, "જેઠાલાલને કહી દઉં કે?" તો કેટલાય લોકો ઍક્ટ્રેસનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે દિશાને આ લૂકમાં જોશે, આ વિશે તેમણે વિચાર્યું પણ નહોતું. ઉલ્લેખનીય છે કે દિશા 2016માં મેટરનિટી લીવ પર ગઈ હતી, ત્યાર બાદ તેની શોમાં વાપસી થઈ નથી.

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version