News Continuous Bureau | Mumbai
Divyanka Tripathi Baby Shower: ટેલિવિઝન દુનિયાની ફેવરિટ જોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જૂન ૨૦2૬માં પોતાના પ્રથમ સંતાનને આવકારવા જઈ રહેલા આ કપલે મુંબઈમાં એક શાનદાર બેબી શોવર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત રીત-રિવાજો અને આધુનિક મસ્તીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સફેદ રંગના સુંદર ગાઉનમાં દિવ્યાંકા અત્યંત મનમોહક લાગતી હતી અને તેના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો સાફ દેખાઈ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
‘યે હૈ મોહબ્બતેં’ નું યાદગાર રીયુનિયન
આ બેબી શોવરની સૌથી ખાસ વાત એ હતી કે અહીં દિવ્યાંકાના સુપરહિટ શો ‘યે હૈ મોહબ્બતેં’ના કલાકારો ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. શોમાં દિવ્યાંકા (ઈશિતા) ની પુત્રી ‘રૂહી’ નું પાત્ર ભજવનારી રુહાનિકા ધવન પીળા રંગના ગાઉનમાં પોતાની ઓન-સ્ક્રીન માતાને આશીર્વાદ આપવા પહોંચી હતી. આ ઉપરાંત, શોમાં દિવ્યાંકાની માતાની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેત્રી નીના કુલકર્ણીએ પણ હાજરી આપીને દિવ્યાંકા પર વહાલ વરસાવ્યું હતું.
ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન ગણાતી એકતા કપૂરે પણ આ ફંક્શનમાં હાજરી આપીને થનારા માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા. લોકપ્રિય અભિનેતા ધીરજ ધૂપર પોતાની પત્ની વિન્ની અરોડા સાથે પહોંચ્યો હતો. પાર્ટી દરમિયાન વિવેક દહિયાનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જ્યાં તે બાળકો સાથે ડાન્સ કરતો અને દિવ્યાંકા માટે સ્પેશિયલ પરફોર્મન્સ આપતો જોવા મળ્યો હતો. આ આખા કાર્યક્રમનું આયોજન દિવ્યાંકાની ખાસ મિત્ર કિરણ દુબેએ કર્યું હતું.અહેવાલો મુજબ, દિવ્યાંકા જૂન ૨૦૨૬ના મધ્યમાં બાળકને જન્મ આપી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
