Site icon News Continuous Bureau | Mumbai

Divyanka tripathi: ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી નો થયો અકસ્માત, પતિ વિવેક દહિયા એ શેર કર્યું અભિનેત્રી નું હેલ્થ અપડેટ

Divyanka tripathi: દિવ્યાંકા ત્રિપાઠી નો અકસ્માત થયો છે અને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. દિવ્યાંકા ના પતિ વિવેક દહિયા એ એક્ટ્રેસ ના હેલ્થ અપડેટ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

divyanka tripathi meets with accident husband vivek dahiya share health update

divyanka tripathi meets with accident husband vivek dahiya share health update

News Continuous Bureau | Mumbai 

Divyanka tripathi: ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી  નો અકસ્માત થયો છે. દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહિયા ની પીઆર ટીમે સોશિયલ મીડિયા પર ફેન્સને આ અકસ્માતની જાણકારી આપી છે. જો કે, પીઆર ટીમે વધુ માહિતી આપી નથી, પરંતુ કહેવામાં આવ્યું છે કે દિવ્યાંકા હવે તબીબી સંભાળ હેઠળ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન ના પિતા સલીમ ખાને સાધ્યું બિશ્નોઇ ગેંગ પર નિશાન, દીકરા ને ધમકી આપવા પર કહી આવી વાત

 

દિવ્યાંકા ત્રિપાઠી ની થશે સર્જરી 

દિવ્યાંકા અને વિવેક  ની પીઆર ટીમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ચાહકોને જાણ કરી હતી કે દિવ્યાંકાને અકસ્માત થયો છે અને આજે તેની સર્જરી થશે. પોસ્ટમાં લખ્યું છે કે,, ‘અમને એ જાહેરાત કરતાં દુઃખ થાય છે કે આવતીકાલે નિર્ધારિત વિવેકનું લાઈવ સેશન રદ કરવામાં આવ્યું છે. દિવ્યાંકાને થોડા કલાકો પહેલા અકસ્માત થયો હતો અને હવે તે તબીબી સંભાળ હેઠળ છે. દિવ્યાંકા સ્વસ્થ થયા પછી વિવેક તમને બધાને મળશે. તમારી સમજણ અને સમર્થન બદલ અમે તમારો આભાર માનીએ છીએ અને દિવ્યાંકાના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.’


આ સાથે જ વિવેકે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક એક્સ-રે રિપોર્ટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘દિવ્યાંકા મેડમના ખભાના બે હાડકા તૂટી ગયા છે અને આવતીકાલે તેની સર્જરી કરવામાં આવશે. અપડેટ મુજબ, તે સુરક્ષિત હાથમાં છે.’ 

તમને જણાવી દઈએ કે આજે દિવ્યાંકા ની સર્જરી કરવામાં આવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Aa Jaane Jaan Song| ૫૭ વર્ષથી આ ગીતનો જાદુ છે અકબંધ! ૬ મિનિટથી વધુ લાંબા આ સુપરહિટ ટ્રેક પાછળ આજે પણ પાગલ છે દુનિયા
Dhurandhar 2 OTT| સરહદ પાર પણ ‘ધુરંધર ૨’ નો દબદબો પાકિસ્તાની વાચકો તૂટી પડતા ઓટીટી સર્વર ક્રેશ, ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક વ્યુઝ
Shakti Shalini Release| મહાક્લેશ ટળ્યો! શાહરૂખ ખાનની ફિલ્મ સામેથી હટી ‘શક્તિ શાલિની’, હવે આ દિવસે થિયેટરો ધ્રુજાવશે આ હોરર ફિલ્મ
San Sanana Song| ઇન્ટરનેટ પર મચી ધૂમ અલકા યાગ્નિકના ૨૩ વર્ષ જૂના સુપરહિટ ગીતનો વિદેશમાં ક્રેઝ, કરીના કપૂરની સ્ટાઇલ કોપી કરવા મચી હોડ
Exit mobile version