Site icon News Continuous Bureau | Mumbai

Do Aur Do Paanch Reboot: અભિષેક બચ્ચન અને બોબી દેઓલ ફરી મચાવશે ધૂમ! ‘દો ઔર દો પાંચ’ની રીમેકને લઈને પ્રોડ્યુસરે આપી સૌથી મોટી હિન્ટ

Do Aur Do Paanch Reboot: અમિતાભ બચ્ચન અને શશી કપૂરની કલ્ટ ક્લાસિક ફિલ્મને મોડર્ન ટ્વિસ્ટ સાથે રજૂ કરવાની તૈયારી; પ્રોડ્યુસર દીપક મુકુટે ૧૦ વર્ષ જૂના કાસ્ટિંગ પ્લાનનો કર્યો ખુલાસો

Do Aur Do Paanch Reboot: Producer Deepak Mukut Hints at Casting Abhishek Bachchan and Bobby Deol for the Cult Classic Remake.

Do Aur Do Paanch Reboot: Producer Deepak Mukut Hints at Casting Abhishek Bachchan and Bobby Deol for the Cult Classic Remake.

News Continuous Bureau | Mumbai

Do Aur Do Paanch Reboot: વર્ષ ૨૦૨૬માં બોલીવુડમાં જૂની ફિલ્મોના સિક્વલ અને રીમેકનો ટ્રેન્ડ તેજ બન્યો છે. આ કડીમાં ૧૯૮૦ની લોકપ્રિય ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ ના રીબૂટ (Reboot) ની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રોડ્યુસર દીપક મુકુટે તાજેતરમાં પુષ્ટિ કરી છે કે તેમની પાસે આ ફિલ્મના ઓફિશિયલ રાઈટ્સ છે અને અત્યારે ફિલ્મ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે.આ પ્રોજેક્ટ વિશે સૌથી ચોંકાવનારી વાત એ છે કે દીપક મુકુટ આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને બોબી દેઓલને કાસ્ટ કરવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે આ કોઈ નવો વિચાર નથી, પરંતુ એક દાયકા જૂની યોજના છે. અગાઉ તેઓ કુણાલ કોહલી સાથે મળીને આ રીમેક બનાવવાનું વિચારી રહ્યા હતા, પરંતુ ત્યારે કોઈ કારણસર ફિલ્મ બની શકી નહોતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?

અમિતાભ અને શશી કપૂરની ભૂમિકામાં ‘દોસ્તાના’ જોડી

ઓરિજિનલ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (વિજય) અને શશી કપૂરની જોડીએ ધમાલ મચાવી હતી. પ્રોડ્યુસરનું માનવું છે કે અભિષેક અને બોબી સ્ક્રીન પર એકસાથે ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. દીપક મુકુટે કહ્યું, “આઈડિયલી હું આ ફિલ્મમાં અભિષેક અને બોબીને જ લેવા માંગીશ. જોકે, હજુ એ નક્કી નથી થયું કે આ ફિલ્મ ઓરિજિનલની રીમેક હશે, સિક્વલ હશે કે તેનાથી પ્રેરિત નવી વાર્તા.”


ઉદ્યોગમાં ચર્ચા છે કે ‘ગોલમાલ ૫’ ની જાહેરાત બાદ દીપક મુકુટે સતર્કતા દાખવી છે. તેમણે ટ્રેડ મેગેઝિનમાં નોટિસ આપી છે જેથી કોઈ અન્ય વ્યક્તિ ‘દો ઔર દો પાંચ’ થી પ્રેરિત ફિલ્મ કે રીમેક ન બનાવી શકે. મુકુટ પોતે આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ગંભીર છે અને તે તેને મોડર્ન ડે રિવાઈવલ તરીકે રજૂ કરવા માંગે છે. ૧૯૮૦માં રિલીઝ થયેલી ‘દો ઔર દો પાંચ’ તેના હ્યુમર અને અનોખી મિત્રતા માટે જાણીતી હતી. હેમા માલિની અને પરવીન બાબીની કેમિસ્ટ્રીએ પણ ફિલ્મમાં જીવ પૂરો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version