Site icon News Continuous Bureau | Mumbai

Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા

Do Deewane Sahr Mein Teaser Out: ભણસાલી પ્રોડક્શન્સની નવી પ્રેમકથાનો જાદુ! વેલેન્ટાઈન મંથમાં જોવા મળશે અઘૂરી પણ ‘પરફેક્ટ’ લવ સ્ટોરી, ટીઝરમાં જોવા મળ્યો રોમાન્સ અને ઈમોશનનો તડકો

Do Deewane Sahr Mein Teaser Out: Siddhant Chaturvedi and Mrunal Thakur shine in an 'imperfectly perfect' love story

Do Deewane Sahr Mein Teaser Out: Siddhant Chaturvedi and Mrunal Thakur shine in an 'imperfectly perfect' love story

News Continuous Bureau | Mumbai

Do Deewane Sahr Mein Teaser Out: ડાયરેક્ટર રવિ ઉદાયવરની આગામી ફિલ્મ ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર સોશિયલ મીડિયા પર અત્યારે ટ્રેન્ડ કરી રહ્યું છે. ટીઝરની શરૂઆત શશાંક (સિદ્ધાંત ચતુર્વેદી) નામના એક શરમાળ છોકરાથી થાય છે, જે રોશની (મૃણાલ ઠાકુર) ના ઘરે તેને જોવા માટે આવ્યો છે. એક ટિપિકલ એરેન્જ મેરેજ સેટિંગ વચ્ચે આ બંનેના હૃદય કેવી રીતે જોડાય છે, તે આ ફિલ્મની મુખ્ય વાર્તા હોય તેવું લાગે છે. ટીઝરમાં આધુનિક સમયના રોમાન્સની સાથે ભાવનાત્મક પળોની સુંદર ઝલક જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલના લગ્નમાં નવો વળાંક! લગ્ન પહેલા કન્યા પક્ષે મૂકી અનોખી શરત; જાણો હવે શું કરશે ગોકુલધામ સોસાયટી

મેકર્સ એ શેર કર્યું ટીઝર 

મેકર્સે આ ટીઝર શેર કરતા લખ્યું છે કે, “કારણ કે દરેક ઇશ્ક પરફેક્ટ નથી હોતો, પણ ઘણો હોય છે. સાક્ષી બનો આ શહેરની એક અપૂર્ણ પણ પરફેક્ટ પ્રેમ કહાનીના.” આ ફિલ્મ 2026ના વર્ષની સૌથી આશાસ્પદ ઓન-સ્ક્રીન જોડી પૈકીની એક માનવામાં આવે છે.ટીઝરમાં સિદ્ધાંત અને મૃણાલ વચ્ચેની સાહજિક કેમેસ્ટ્રી પ્રેક્ષકોને આકર્ષી રહી છે. રવિ ઉદાયવર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ વેલેન્ટાઈન ડે પછીના અઠવાડિયે રિલીઝ થઈ રહી છે, જે રોમેન્ટિક ફિલ્મોના ચાહકો માટે એક મોટી ટ્રીટ સાબિત થઈ શકે છે. જૂની ફિલ્મો જેવી માસૂમિયત અને આજની પેઢીનો રોમાન્સ આ ફિલ્મની વિશેષતા છે.


સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની તાજી જોડીને રૂપેરી પડદે રજૂ કરતી આ ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ જ દમદાર છે. ફિલ્મમાં ઈલા અરુણ, જોય સેનગુપ્તા, આયશા રઝા, સંદીપ ધર અને નવીન કૌશિક જેવા પ્રતિભાશાળી કલાકારો મહત્વની સહાયક ભૂમિકામાં જોવા મળશે. આ પ્રોજેક્ટનું નિર્માણ જી સ્ટુડિયોઝ, રેનકોર્પ મીડિયા અને પ્રતિષ્ઠિત ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. પ્રેક્ષકોમાં ભારે ઉત્સુકતા જગાડતી આ ફિલ્મ 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થવા માટે તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version