Site icon News Continuous Bureau | Mumbai

Dolly sohi: સર્વાઈકલ કેન્સર સામે ઝઝૂમી રહી છે ડોલી સોહી,ટીવી અભિનેત્રી એ શેર કર્યો અનુભવ અને તેના પ્રારંભિક સિમ્પ્ટમ્સ

Dolly sohi: ટીવી એક્ટ્રેસ ડોલીને સર્વાઈકલ કેન્સર થયું છે. હવે ડોલી એ પોતાનો અનુભવ અને કેન્સર ના સિમ્પ્ટમ્સ ચાહકો સાથે શેર કર્યા છે.

dolly sohi fighting with cervical cancer tells her symptoms

dolly sohi fighting with cervical cancer tells her symptoms

News Continuous Bureau | Mumbai

Dolly sohi: ટીવી અભિનેત્રી ડોલી સોહી ને સર્વાઈકલ કેન્સર સામે થયું છે. જેની માહિતી અભિનેત્રી એ એક પોસ્ટ દ્વારા શેર કરી છે. ડોલી ને 2 મહિના પહેલા ખબર પડી હતી કે તેને સર્વાઈકલ કેન્સર થયું છે.હવે ડોલી એ ચાહકો સાથે કેન્સર નો અનુભવ અને તેના પ્રારંભિક ચિન્હો શેર કર્યા છે. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે તેના લક્ષણો સમજાવ્યા અને લોકો ને જાગૃત પણ કર્યા.

Join Our WhatsApp Channel

 

ડોલી એ જણાવ્યો અનુભવ 

ડોલી સોહીએ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન કહ્યું, ‘3 મહિના પહેલા મને કમરનો દુખાવો શરૂ થયો હતો જે પેઈન કિલર લીધા પછી પણ દૂર થતો નહોતો. ધીરે ધીરે ડોક્ટરોને ખબર પડી કે તે કેન્સર છે અને તેની સારવાર ચાલી રહી છે. મારી કીમોથેરાપીના 2 રાઉન્ડ પૂર્ણ થયા છે. આગામી સર્જરી ડિસેમ્બરમાં છે, મને થોડા મહિનામાં સારું લાગવું જોઈએ. મહિલાઓએ નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. ગર્ભાશયના મુખના કેન્સર માટે એક રસી પણ છે, જે યુવાન છોકરીઓ ડૉક્ટરની સલાહ લીધા પછી મેળવી શકે છે. ઘણા લોકો આ વિશે જાણતા નથી અને મને લાગે છે કે આ વિષય પર જાગૃતિ હોવી જોઈએ.


ડોલી એ જણાવ્યું કે, ‘જયારે  મને પહેલીવાર ખબર પડી ત્યારે હું ગભરાઈ ગઈ હતી. મને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે થઈ શકે… શું ખોટું થયું. ધીરે ધીરે મેં વાસ્તવિકતા સ્વીકારી અને અંદરથી હિંમત ભેગી કરી. મેં મારી જાતને કહ્યું કે હું આની આની સામે લડીશ અને ઠીક થઈશ. મારી માતા અને પુત્રી ખૂબ જ ચિંતિત હતા. મેં તેમને કહ્યું કે ચિંતા ન કરો કારણ કે તે સારું થાય છે. મારી આસપાસના લોકો અને પરિવાર મને ઘણો સપોર્ટ કરી રહ્યા છે.’

આ સમાચાર પણ વાંચોઃ Indian idol: 19 વર્ષ બાદ ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન વન ના રનર અપ અમિત સના નું છલકાયું દર્દ, શો અને ચેનલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત

Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Abhishek Bachchan Joins Aishwarya Rai New York અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચન ન્યૂયોર્કમાં આઈશ્વર્યા રાય સાથે જોડાયો ‘કિંગ’ના શૂટિંગ વચ્ચેની તસવીરો થઈ વાયરલ
Exit mobile version