News Continuous Bureau | Mumbai
Don 3: ફરહાન અખ્તરની ‘ડોન 3’ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં છે. રણવીર સિંહ આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયા બાદ એવી અટકળો હતી કે શાહરૂખ ખાન અથવા રિતિક રોશન આ ફિલ્મમાં વાપસી કરશે. પરંતુ ‘ડેક્કન ક્રોનિકલ’ ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ફરહાન અખ્તરે કોઈ અન્ય એક્ટરનો સંપર્ક કરવાને બદલે પોતે જ ‘ડોન’ ના પાત્રમાં જોવા મળે તેવી શક્યતા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રણવીર સિંહના એક્ઝિટ બાદ ફરહાને શાહરૂખ ખાન કે અન્ય કોઈ સ્ટારને એપ્રોચ કર્યા નથી. તે પોતે જ આ આઈકોનિક પાત્ર ભજવી શકે છે અને કદાચ આ વખતે તે ફિલ્મનું દિગ્દર્શન કોઈ અન્યને સોંપશે. આ સમાચાર બોલિવૂડના ચાહકો માટે કોઈ મોટા સરપ્રાઈઝથી ઓછા નથી.
આ સમાચાર પણ વાંચો : Don 3 Casting Update: શું રિતિક રોશન બનશે નવો ‘ડોન’? ‘ડોન 3’ માં રણવીર સિંહને રિપ્લેસ કરવાની અફવાઓ પર એક્ટરે કર્યો મોટો ખુલાસો.
રણવીર સિંહ સાથે 40 કરોડનો વિવાદ
રણવીર સિંહ અને ફરહાન અખ્તરની કંપની વચ્ચે વિવાદ વકર્યો છે. રણવીરને સ્ક્રિપ્ટમાં ફેરફાર જોઈતા હતા, પરંતુ મેકર્સે તેની વાત માની નહોતી. રણવીરનો આરોપ છે કે તેને કાસ્ટ કર્યા બાદ પણ રિતિક રોશન સાથે આ રોલ માટે વાત કરવામાં આવી હતી. આ મતભેદોને કારણે રણવીરે ફિલ્મ છોડી દીધી છે, જેના વળતર તરીકે ફરહાનની કંપનીએ 40 કરોડ રૂપિયાની માંગ કરી છે, જે આપવાનો રણવીરે ઈનકાર કર્યો છે.
અગાઉ એવી જોરશોરથી ચર્ચા હતી કે ચાહકોની ડિમાન્ડને માન આપીને ફરહાન ફરી એકવાર શાહરૂખ ખાનને પરત લાવશે. રિતિક રોશનનું નામ પણ ‘ડોન’ ની રેસમાં આગળ હતું. પરંતુ નવા અહેવાલો સૂચવે છે કે ફરહાન હવે કોઈ નવા સ્ટાર સાથે રિસ્ક લેવા માંગતો નથી અને પોતે જ ‘ડોન’ બનીને મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
