Site icon News Continuous Bureau | Mumbai

Drishyam 3 Update: વિજય સાલગાંવકરને પકડવા માટે હવે અક્ષય ખન્ના નહીં? દ્રશ્યમ 3 માં ડાયરેક્ટરે કર્યો એવો ફેરફાર કે અજય દેવગન પણ ચોંકી ગયો!

Drishyam 3 Update: અક્ષય ખન્નાના પાત્રની જગ્યાએ લખાશે નવું કેરેક્ટર; વિજય સાળગાંવકરના પાપનો અંતિમ અધ્યાય ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ થશે રિલીઝ

Drishyam 3 Update: Jaideep Ahlawat not replacing Akshaye Khanna, confirm Director Abhishek Pathak

Drishyam 3 Update: Jaideep Ahlawat not replacing Akshaye Khanna, confirm Director Abhishek Pathak

News Continuous Bureau | Mumbai

Drishyam 3 Update: અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ ૩’ તેના કાસ્ટિંગને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠકે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે જયદીપ અહલાવત આ ફિલ્મમાં અક્ષય ખન્નાની જગ્યા લઈ રહ્યા નથી. તેમણે જણાવ્યું કે તેઓ ફિલ્મી સ્ક્રિપ્ટમાં જ ફેરફાર કરી રહ્યા છે અને અક્ષય ખન્નાના આઈજી (IG) વાળા પાત્રની જગ્યાએ એક તદ્દન નવું પાત્ર લખવામાં આવી રહ્યું છે. અક્ષય ખન્નાની ડિમાન્ડ્સ અને આ વિવાદ પર લીડ એક્ટર અજય દેવગને બધું જ ડાયરેક્ટર પર છોડી દીધું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi: ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં મિહિર અને તુલસીનું થશે મહામિલન? મિતાલીની ચોરી પકડાઈ; મિહિરે નોયનાને સંભળાવી ખરી-ખોટી

સ્ક્રિપ્ટમાં ફેરફાર અને નવી એન્ટ્રી

ડાયરેક્ટરે જણાવ્યું કે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાનું કારણ અક્ષય ખન્ના સાથે જોડાયેલા કેટલાક આંતરિક મુદ્દાઓ હોઈ શકે છે. અક્ષય ખન્નાના પાત્રને હટાવીને એક નવું પાત્ર લાવવાથી વાર્તામાં એક નવો વળાંક આવશે. જોકે, જયદીપ અહલાવત આ ફિલ્મનો ભાગ હશે કે નહીં, તે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પણ તેઓ અક્ષય ખન્નાનું સ્થાન નહીં લે તે નક્કી છે.વિવાદ વિશે વાત કરતા અભિષેકે કહ્યું કે, “અજય દેવગને બધું જ મારા પર છોડી દીધું છે. આ પ્રોડક્શન અને એક્ટર વચ્ચેનો મામલો છે.” અજય દેવગન ફિલ્મની ક્રિએટિવ પ્રોસેસમાં ડાયરેક્ટરને પૂરી સ્વતંત્રતા આપી રહ્યા છે, જેથી વાર્તામાં કોઈ કમી ન રહી જાય.


થોડા સમય પહેલા જ મેકર્સે એક પ્રોમો વિડીયો રિલીઝ કર્યો હતો, જેમાં વિજય સાળગાંવકર (અજય દેવગન) કહે છે કે, “દુનિયા મને ઘણા નામોથી બોલાવે છે – અપરાધી, હત્યારો કે માસ્ટરમાઇન્ડ, પણ મારું સત્ય મારો પરિવાર છે. વાર્તા હજુ પૂરી થઈ નથી, છેલ્લો અધ્યાય હજુ બાકી છે.” આ ફિલ્મ ૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version