Site icon News Continuous Bureau | Mumbai

Durga Puja 2025: દુર્ગા પંડાલમાં માતા દુર્ગાની આરતી દરમિયાન કાજોલ અને રાનીની આંખો ભરાઈ, એકબીજા ને ગળે લગાવી રડતી જોવા મળી અભિનેત્રી, વિડીયો થયો વાયરલ

Durga Puja 2025: દુર્ગા પંડાલમાં માતા દુર્ગાની આરતી દરમિયાન કાજોલ અને રાનીની આંખો ભરાઈ, કાજોલ અને રાની મુખર્જી દેબ મુખર્જી ને યાદ કરીને ભાવુક થઈ, પરિવારની શ્રદ્ધાંજલિ વાયરલ

Durga Puja 2025: Kajol and Rani Mukerji Break Down Remembering Deb Mukherjee – Family Tribute Goes Viral

Durga Puja 2025: Kajol and Rani Mukerji Break Down Remembering Deb Mukherjee – Family Tribute Goes Viral

News Continuous Bureau | Mumbai

 Durga Puja 2025: દુર્ગા પૂજા 2025 દરમિયાન મુંબઈના નોર્થ બોમ્બે પંડાલમાં કાજોલ, રાની મુખર્જી , તનિશા  અને આયન મુખર્જી એકસાથે જોવા મળ્યા. આ વર્ષે તેમના કાકા અને આયનના પિતા દેબ મુખર્જી ના અવસાન પછી આ પ્રથમ પૂજા હતી, જેને તેઓ દર વર્ષે આયોજિત કરતા હતા. પૂજાના સમયે કાજોલ અને રાની એકબીજાને વળગી ને રડી પડ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Homebound Review: ધર્મના ભેદભાવ સામે બે મિત્રોની સંઘર્ષમય યાત્રા ને દર્શાવે છે હોમબાઉન્ડ, જાણો કેવી છે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની ફિલ્મ

દેબ મુખર્જી માટે શ્રદ્ધાંજલિ

દેબ મુખર્જી 14 માર્ચ 2025ના રોજ 83 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. તેઓ દર વર્ષે દુર્ગા પૂજા પંડાલનું આયોજન કરતા હતા. આ વર્ષે તેમના વિના પૂજા કરવી પરિવાર માટે ખૂબ જ ભાવનાત્મક હતી. તનિશાએ જણાવ્યું કે, “દેબુ કાકા હંમેશા ઈચ્છતા કે વધુ લોકો સુધી પૂજાની ખુશી પહોંચે. આ વર્ષે અમે વધુ લોકોને ભોજન આપવાનું આયોજન કર્યું છે.”કાજોલ, રાની, તનિશા અને શરબાની મુખર્જી એકબીજાને વળગી ને રડી પડ્યા તે ક્ષણનો વિડીયો વાયરલ થયો છે. કાજોલ અને આયન વચ્ચેનો હાર્ટફેલ્ટ હગ પણ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થયો. આ પંડાલમાં માતા દુર્ગાની મૂર્તિનું અનાવરણ “આઈગિરી નંદિની” સ્તોત્ર સાથે કરવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું હતું.


કાજોલ ક્રીમ કલરની સિલ્ક સાડીમાં અને લાલ બ્લાઉઝમાં જોવા મળી, જ્યારે રાની મુખર્જી સફેદ સાડી અને નાજુક ફૂલોના બોર્ડર સાથે ખૂબ જ સુંદર લાગી. બંનેએ મિનિમલ મેકઅપ અને પરંપરાગત આભૂષણ પહેર્યા હતા. આયન મુખર્જી સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યા. તનિશા લેમન કલરની સાડીમાં પંડાલમાં રોશની લાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version