Site icon

EDની ચાર્જશીટમાં થયો ખુલાસો – સુકેશે જેકલીનને આપી હતી કરોડોની ગિફ્ટ, પરિવારને પણ ટ્રાન્સફર કર્યા અધધ આટલા રૂપિયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

મંગળવાર

 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં જ રૂ. 200 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં તેની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિશે એક મોટો ખુલાસો થયો છે.ચાર્ટશીટ મુજબ, આરોપી સુકેશ ચંદ્રશેખરે જેકલીનને કરોડો રૂપિયાની ભેટ આપી હતી.EDની ચાર્જશીટ મુજબ, સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસ સાથે મિત્રતા થયા બાદ તેણે જેકલીનને કરોડો રૂપિયા આપ્યા હતા.જેમાં ગૂચી બેગ, જ્વેલરી, મોંઘા કપડાં, 15 જોડી કાનની વીંટી, 5 બર્કિન બેંગ્સ, ચેનલ અને વાયએસએલ બેગ, મોંઘા શૂઝ, સુપર લક્ઝરી બ્રાન્ડના બ્રેસલેટ, બંગડીઓ, Rolex જેવી મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે 

સુકેશે જેકલીન ફર્નાન્ડીઝને ફ્રેન્ક મુલર રોજર ડુબ્યુસ ઘડિયાળ ભેટમાં આપી હતી. સાથે જ તેણે એ પણ ખુલાસો કર્યો છે કે આ બધી ભેટોની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા હતી. સુકેશે જેકલીનની બહેન જેનીને સફેદ રંગની BMW X Five સિરીઝની કાર પણ ભેટમાં આપી હતી, જેની કિંમત 1 કરોડ 80 લાખ રૂપિયા છે. આ કાર જેની ને દીપક રામાણી દ્વારા આપવામાં આવી હતી. આટલું જ નહીં, સુકેશ ચંદ્રશેખરે બહેરીનમાં જેકલીનના માતા-પિતા માટે મસેરાતી અને પોર્ચે કાર આપી હતી. આ સિવાય તેણે ઓસ્ટ્રેલિયામાં જેકલીનના ભાઈને 50,000 યુએસ ડોલર આપ્યા હતા. દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે સુકેશે જેકલીનને મિની કૂપરથી લઈને ડાયમંડ ઈયરિંગ્સ સુધીની ઘણી ગિફ્ટ્સ આપી હતી.બીજી તરફ જેકલીન ફર્નાન્ડિઝે પણ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે તેને સુકેશ તરફથી ઘણી ભેટ મળી છે.

આલિયા અને રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ ડેટ આ તારીખે જાહેર થશે

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે તેના નિવેદનમાં પુષ્ટિ કરી છે કે તે ચંદ્રશેખરને શેખર રત્ન વેલા તરીકે ઓળખતી હતી અને તેણે કહ્યું હતું કે તે સન ટીવીનો માલિક છે.જેક્લિને એ પણ કબૂલ્યું હતું કે સુકેશે યુએસએમાં જેક્લિનની બહેન ગેરાલ્ડિન ફર્નાન્ડીઝને 150,000 યુએસ ડોલર ઉછીના આપ્યા હતા. જેક્લિને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશે આ મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. સુકેશે ઓસ્ટ્રેલિયામાં જેકલીનના ભાઈ વોરેન ફર્નાન્ડીઝના બેંક ખાતામાં 15 લાખ મોકલ્યા હતા.જેક્લિને એ પણ જણાવ્યું કે સુકેશ ચંદ્રશેખરે સુરેશ ટપોરિયા દ્વારા "Espuela" નામનો ઘોડો પણ ખરીદ્યો હતો. 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version