Site icon

Tamannaah Bhatia: તમન્ના ભાટિયા ની વધી મુશ્કેલી, આ મામલે ઇડીએ કરી અભિનેત્રી ની પૂછતાછ, જાણો વિગત

Tamannaah Bhatia: તમન્ના ભાટિયા ની મુશ્કેલી માં મુકાઈ છે, ઇડીએ તમન્ના ભાટિયાની મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં પૂછપરછ કરી હતી.

ED has questioned tamannaah bhatia in money laundering case

ED has questioned tamannaah bhatia in money laundering case

News Continuous Bureau | Mumbai

Tamannaah Bhatia: તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. તમન્ના ભાટિયા  સ્ત્રી 2 ના આઈટમ સોન્ગ ના કારણે ચર્ચામાં આવી  ફરી એકવાર તમન્ના ચર્ચા માં આવી છે. આ વખતે તે તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને  નહીં પરંતુ પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે.તાજેતર માં ઇડીએ તમન્ના ભાટિયાની મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં પૂછપરછ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Fauji 2: શાહરુખ ખાન ની સિરિયલ ફૌજી 2 થી અંકિતા લોખંડે નો પતિ વિકી જૈન કરી રહ્યો છે તેનું એક્ટિંગ ડેબ્યુ, આ અભિનેત્રી પણ હશે શો નો હિસ્સો

તમન્ના ભાટિયા ની ઇડી એ કરી પુછપરછ 

ઇડી એ કહ્યું કે તમન્ના ભાટિયા પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઇડી એ ગુરુવારે ‘HPZ Token’ મોબાઈલ એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં બિટકોઈન અને અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સી દ્વારા જંગી વળતરનું વચન આપીને ઘણા રોકાણકારોને કથિત રીતે છેતરવામાં આવ્યા હતા. આરોપીઓએ રોકાણકારોને છેતરવા માટે ‘HPZ ટોકન’ મોબાઈલ ફોન એપનો ઉપયોગ કર્યો હતો.


સૂત્રોએ એ પણ જણાવ્યું કે, તમન્નાને એપ કંપનીના કાર્યક્રમમાં સેલિબ્રિટી તરીકે કેટલાક પૈસા મળ્યા હતા. તેની સામે કોઈ ગુનાહિત આરોપો નહોતા. તેને અગાઉ પણ આ કેસ ના સંદર્ભ માં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ કામના કારણે હાજર થઈ શકી ન હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version