બોલિવૂડના ત્રણ ફેશન ડિઝાઇનર્સ હવે મની લોન્ડરિંગ કેસમાં ઇડીના રડાર પર છે.
ઇડીએ મનીષ મલ્હોત્રા, સબ્યસાચી અને રીતુ કુમારને નોટિસ મોકલીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. પંજાબમાં કોંગ્રેસના નેતાની મની લોન્ડરિંગ મામલાની તપાસ ચાલી રહી છે.
ઇડીને શંકા છે કે આ ત્રણેય ફેશન ડિઝાઇનરોને કોંગ્રેસી નેતા દ્વારા લાખો રૂપિયાની રોકડ આપવામાં આવી હતી.
આ કેસમાં ઇડી હવે ફેશન ડિઝાઇનર્સની પૂછપરછ કરશે કે પૈસા કેમ રોકડમાં લેવામાં આવ્યા અને કેટલા લીધાં.
ઉલ્લેખનીય છે કે મનીષ મલ્હોત્રા, સબ્યસાચી અને રીતુ કુમાર બોલીવુડમાં મોટા નામ છે. તો આ ત્રણેયને નોટિસ મોકલવાથી બોલિવૂડમાં હંગામો મચી ગયો છે.
મુંબઈ માં પેટ્રોલ 104 રુપીયા. વધુ ભાવવધારો ઝીંકાયો. જાણો આજના ભાવ
