Site icon

Bachchan Family Education: અમિતાભ કે ઐશ્વર્યા નહીં બચ્ચન પરિવાર ના આ સભ્ય ની શૈક્ષણિક લાયકાત છે સૌથી વધુ

Bachchan Family Education: સુપરસ્ટાર્સના પરિવારમાં કોની પાસે છે કઈ ડિગ્રી? જાણો બિગ બીથી લઈને નવ્યા નવેલી સુધીના સભ્યોનું એજ્યુકેશન.

Education Qualification of Bachchan Family

Education Qualification of Bachchan Family

News Continuous Bureau | Mumbai

Bachchan Family Education: બચ્ચન પરિવાર બોલિવૂડનો સૌથી શક્તિશાળી અને લોકપ્રિય પરિવાર માનવામાં આવે છે. આપણે અમિતાભ અને જયાની લવ સ્ટોરી કે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન વિશે તો ઘણું જાણીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરિવારમાં સૌથી વધુ શિક્ષિત કોણ છે? બચ્ચન પરિવારના લગભગ તમામ સભ્યોએ વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કર્યો છે, પરંતુ ડિગ્રીની બાબતમાં દીકરી શ્વેતા અને જમાઈ નિખિલ નંદા બાજી મારી ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની

બચ્ચન પરિવાર નું ભણતર 

પરિવારના મોભી અમિતાભ બચ્ચનથી લઈને નવી પેઢીના અગસ્ત્ય નંદા સુધી દરેકની શૈક્ષણિક સફર રસપ્રદ રહી છે. આ પરિવારમાં અભિનયની સાથે શિક્ષણને પણ હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ કોણ કેટલું ભણેલું છેસદીના મહાનાયક અમિતાભ બચ્ચને નૈનીતાલની શેરવુડ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ દિલ્હીની કિરોડીમલ કોલેજમાંથી સાયન્સમાં બેચલર ડિગ્રી (B.Sc.) મેળવી હતી. જ્યારે જયા બચ્ચને (Jaya Bachchan) ભોપાલમાં શાળાકીય અભ્યાસ બાદ પુણેની પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) માંથી અભિનયનો અભ્યાસ કર્યો છે અને તેઓ આર્ટસમાં સ્નાતક છે.


અભિષેક બચ્ચને સ્વિત્ઝરલેન્ડની એગ્લોન કોલેજમાં શાળાકીય અભ્યાસ કર્યો અને બાદમાં બોસ્ટન યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ એક્ટિંગમાં આવવા માટે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ઐશ્વર્યા રાયે પણ આર્કિટેક્ચરનો  અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ મોડેલિંગ અને મિસ વર્લ્ડ બન્યા બાદ તેમણે અભ્યાસ છોડીને ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી.સમગ્ર પરિવારમાં શ્વેતા બચ્ચન નંદા અને તેમના પતિ નિખિલ નંદા સૌથી વધુ ભણેલા સભ્યો છે. શ્વેતાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) ની ડિગ્રી મેળવી છે. જ્યારે તેમના પતિ નિખિલ નંદાએ પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વર્ટન સ્કૂલમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત નવી પેઢીમાં નવ્યા નવેલી નંદાએ ન્યૂયોર્કની ફોર્ડમ યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજીમાં ડિગ્રી મેળવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ek Din Teaser Out: ‘એક દિન’ નું ટીઝર રિલીઝ: સાઈ પલ્લવીના પ્રેમમાં ડૂબેલો જોવા મળ્યો જુનૈદ ખાન, બરફની વાદીઓમાં જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી
Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?
Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ
Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Exit mobile version