Site icon

‘નાગિન 6’ ને લઈને એકતા કપૂરે કરી મોટી જાહેરાત, શોની હિરોઈન વિશે આપી મોટી હિંટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

બિગ બોસ 15’ નો છેલ્લો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો હતો. વીકેન્ડ કા વારના એપિસોડમાં, સલમાન ખાને સ્પર્ધકોની જોરદાર ક્લાસ લીધી અને આ સાથે ઈશાન સેહગલની ઘરેથી વિદાય પણ થઈ ગઈ. ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પણ વીકેન્ડ કા વાર એપિસોડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન એકતા કપૂરે તમામ સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી કરી અને ગિફ્ટ્સ પણ વહેંચી હતી. આ સાથે એકતા કપૂરે દરેક સ્પર્ધકને સત્ય નું ભાન પણ કરાવ્યું. આ સાથે એકતા કપૂરે નાગિન 6 વિશે મોટી હિંટ આપી હતી.  

બિગ બોસ 15માં આવતા, એકતા કપૂરે તેની પ્રખ્યાત શ્રેણી નાગીનની છઠ્ઠી સીઝનની પણ જાહેરાત કરી હતી. એકતા કપૂરે એ પણ ખુલાસો કર્યો છે કે નાગિન 6’ 30 જાન્યુઆરી 2022ના રોજ લોન્ચ થશે. એકતા કપૂરે શોની લીડ એક્ટ્રેસ વિશે પણ મોટી હિંટ આપી છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે સલમાન ખાન નાગિન 6’ ની બંને મુખ્ય અભિનેત્રીઓને સારી રીતે જાણે છે. એકતા  કપૂરે એટલું જ કહ્યું છે કે અભિનેત્રીનું નામ એમથી શરૂ થાય છે. એકતા કપૂરની જાહેરાત પછી, અનિતા હસનંદાની અને સુરભી ચંદનાએ બિગ બોસ 15માં પ્રવેશ કર્યો હતો. બંને અભિનેત્રીઓએ એકતા કપૂરના શો નાગીનની અલગ-અલગ સિઝનમાં નાગિનનો રોલ કર્યો હતો.   

અજય દેવગનની ‘સિંઘમ 3’ ની રિલીઝ ડેટ આવી સામે, આવી હશે ફિલ્મ ની વાર્તા; જાણો વિગત

વીકેન્ડ કા વાર પર, સલમાન ખાને જાહેરાત કરી છે કે હવે બિગ બોસ 15 ની ફિનાલે રેસ શરૂ થવાની છે. આગામી એપિસોડમાં ઘરના કેટલાક સભ્યોને VIP ટેગ મળશે. સિમ્બા નાગપાલ પહેલા જ આ રેસમાંથી બહાર થઈ ચૂકી છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version