Site icon News Continuous Bureau | Mumbai

Elvish yadav: રેવ પાર્ટી નું આયોજન કરવા અને વિદેશી છોકરીઓ સાથે ઝેરી સાપ લાવનાર ફરાર આરોપી એલ્વિશ યાદવે શેર કર્યો વિડિયો, પોતાના બચાવમાં કહી આ વાત

Elvish yadav: બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે આ પાર્ટી માં તે વિદેશી યુવતીઓ સાથે ઝેરીલા સાપ લાવ્યો હતો. જ્યારથી નોઈડા પોલીએ તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે ત્યારથી તે તે ફરાર હોવાનું કહેવાય છે.

elvish yadav video reaction on allegation of organising rave parties

elvish yadav video reaction on allegation of organising rave parties

News Continuous Bureau | Mumbai

Elvish yadav: બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ રેવ પાર્ટીનું આયોજન કરવા અને તેમાં વિદેશી છોકરીઓ સાથે ઝેરીલા સાપ લાવવા બદલ નોઈડા પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેસ નોંધાયા બાદથી એલ્વિશ યાદવ ફરાર છે. આ કેસમાં પોલીસે એલ્વિશ ની ગેંગમાં સામેલ 5 લોકોની ધરપકડ કરી છે. હવે આ મામલે આરોપી એલ્વિશ યાદવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

Join Our WhatsApp Channel

 

એલ્વિશ યાદવે પોસ્ટ કર્યો વિડીયો 

રેવ પાર્ટી નું આયોજન કરવા અને વિદેશી છોકરીઓ તેમજ ઝેરીલા સાપ ને લાવનાર બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ ફરાર યુટ્યુબર એ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો માં તે કહી રહ્યો છે કે, ‘હા મિત્રો, હું તમારો એલ્વિશ યાદવ છું, હું સવારે ઉઠ્યો અને જોયું કે મારા વિશે કેવા પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. મીડિયામાં સમાચાર ફેલાઈ રહ્યા છે કે એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ ડ્રગ્સ સાથે પકડાયો… આવી રીતે પકડાયો. આ બધી વાતો જે મારી વિરુદ્ધ ફેલાવવામાં આવી રહી છે, મારા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે, બધા નકલી છે. આમાં એક ટકા પણ સત્ય નથી.’હું યુપી પોલીસને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છું. હું યુપી પોલીસ, સમગ્ર વહીવટીતંત્ર અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરીશ કે જો આ બાબતમાં મને એક ટકા… પોઈન્ટ 1 ટકા પણ સંડોવણી મળે, તો હું તમામ જવાબદારી લેવા તૈયાર છું. અને હું મીડિયાને પણ વિનંતી કરું છું કે જ્યાં સુધી તમારી પાસે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી મારું નામ બદનામ ન કરો. જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી…100 માઈલ સુધી મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી…. જો આ સાબિત થશે તો હું તેની જવાબદારી લેવા તૈયાર છું.”


નોઈડા પોલીસે જે એફઆઈઆર નોંધી છે તે મુજબ એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં વિદેશી યુવતીઓને પણ આમંત્રિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ‘હાલ એલ્વિશ યાદવ આ કેસમાં ફરાર છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓના કબજામાંથી નવ ઝેરી સાપ મળી આવ્યા છે. આ કેસમાં એલ્વિશ યાદવ અને અન્ય સહિત 6 નામના વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં વ્યસ્ત છે.’

આ સમાચાર પણ વાંચો : Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી વિવાદમાં! ગંભીર આરોપો સાથે નોંધાઈ FIR

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version