News Continuous Bureau | Mumbai
Elvish Yadav : એલ્વિસ યાદવે બિગ બોસની ‘સિસ્ટમ’ને હચમચાવી દીધી છે. એલ્વિસ બિગ બોસ OTT-2નો વિજેતા બની ગયો છે. છેલ્લા 16 વર્ષમાં બિગ બોસના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકે બિગ બોસના વિજેતા નો તાજ પહેર્યો હોય. ‘આર્મી ઓફ એલ્વિશ’ અને તેનો પરિવાર ખુશ છે. દરેક જણ ઉજવણીમાં મગ્ન છે. ફેન્સ સોશિયલ મીડિયા પર એલ્વિશની જીતની ઉજવણી કરી રહ્યા છે.
એલ્વિસ ને 25 લાખ સાથે મળી ચમચમાતી ટ્રોફી
યુટ્યુબર એલ્વિસ યાદવે એ કરી બતાવ્યું જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક બનીને ઘરના સભ્યોની સિસ્ટમને હચમચાવી નાખનાર એલ્વિસ આ શોનો વિજેતા બન્યો છે. એલ્વિસ ને જીત અપાવવા માટે તેના ચાહકોએ ક્રેઝની હદ વટાવી દીધી હતી. તેના તમામ ચાહકો એલ્વિસ થી ખૂબ જ ખુશ છે. બિગ બોસ OTT-2નો વિજેતા બન્યા બાદ એલ્વિસ ને 25 લાખ રૂપિયા અને એક ભવ્ય ટ્રોફી મળી છે.
આ સમાચાર પણ વાંચો : Windfall Tax Increased: સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફરી એક ઝટકો આપ્યો, ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો; જાણો આ નવા દરો..
બધાને પાછળ છોડી એલ્વિસ બન્યો વિનર
બિગ બોસ OTT-2 ના સૌથી શક્તિશાળી અને મનોરંજક સ્પર્ધકો એલ્વિસ યાદવ અને અભિષેક મલ્હાન ટોપ-2 માં સ્થાન મેળવવામાં સફળ થયા. સલમાન ખાને ટોપ 2 સ્પર્ધકોની જાહેરાત કરી. આ સાથે મેકર્સે 15 મિનિટ માટે વોટિંગ લાઈનો પણ ખોલી હતી. ચાહકોને છેલ્લી વખત અભિષેક અને એલ્વિસ તરફથી તેમના ફેવરિટ સ્ટારને વોટ કરવાનો મોકો મળ્યો.બિગ બોસ OTT-2 ના ટોપ 3 સ્પર્ધકોમાં અભિષેક મલ્હાન, એલ્વિસ યાદવ અને મનીષા રાની એ પોતાનું સ્થાન બનાવ્યું. પરંતુ એલ્વિસે બધાને પાછળ છોડીને જીત મેળવી છે.
