Emergency Release: કંગના રનૌતે લીધો રાહતનો શ્વાસ, આ મહત્વનો પડાવ કર્યો પાર ; ટૂંક સમયમાં જાહેર થશે ‘ઈમરજન્સી’ ની રિલીઝ ડેટ

Emergency Release: સેન્સર બોર્ડ સાથે લાંબા સંઘર્ષ બાદ આખરે અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'ને સર્ટિફિકેટ મળી ગયું છે. અભિનેત્રીએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. કંગનાએ તેના એક્સ હેન્ડલ પર દર્શકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

Emergency Release Kangana Ranaut Gives Update On Emergency Release, Film Receives Certification, Date Announcement Soon

Emergency Release Kangana Ranaut Gives Update On Emergency Release, Film Receives Certification, Date Announcement Soon

News Continuous Bureau | Mumbai

Emergency Release:  બોલિવૂડની પંગા કવિન અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને સેન્સર બોર્ડ તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. આ ફિલ્મ હવે રિલીઝ માટે તૈયાર છે. કંગનાની આ ફિલ્મ લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલી હતી. પરંતુ હવે રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેની ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Join Our WhatsApp Community

Emergency Release:  ઈમરજન્સી ને સર્ટિફિકેટ મળ્યું

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું અમે ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરીશું. હું તમારી ધીરજ અને સમર્થન માટે આભારી છું.

 

નોંધનીય છે કે કંગનાની આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ શીખ સંગઠનોના વિરોધ બાદ તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. શીખોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમાજની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ બહાર આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. પંજાબમાં ફિલ્મના વિરોધમાં દેખાવો થયા હતા અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

એટલું જ નહીં સીબીએફસીએ પહેલા ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ જ્યારે શીખ સમુદાયનો ગુસ્સો સામે આવ્યો અને લોકો વિરોધમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યા, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે હજુ સુધી મેકર્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી.  મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને આદેશ આપ્યો કે પ્રમાણપત્ર આપતા પહેલા શીખોના વાંધાઓ પર ધ્યાન આપે.

Emergency Release:  કંગનાએ ફિલ્મમાં કરવા પડ્યા આ ફેરફાર 

તો બીજી તરફ નિર્માતાઓએ પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ફિલ્મને સર્ટિફિકેટ ન મળતાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. સીબીએફસીએ એક રિવાઇઝિંગ કમિટીની રચના કરી હતી, જેણે ફિલ્મમાં કંગનાને ફેરફાર સૂચવ્યા હતા. મળતી માહિતી મુજબ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ પાસ કરવા માટે શરતો રાખી હતી. તેણે ફિલ્મના કેટલાક સીન સામે વાંધો ઉઠાવ્યો હતો. નિર્માતાઓને આમાં ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અને ઐતિહાસિક મુદ્દાઓ પર ડિસ્ક્લેમર મૂકવાનો આદેશ આપ્યો.

આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Emergency: કંગનાની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝનો રસ્તો સાફ? સેન્સર બોર્ડે મૂકી આ શરત..

જણાવી દઈએ કે કંગનાએ ફિલ્મ ઈમરજન્સીમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. અભિનયની સાથે તેણે આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી જેવા ઘણા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version