Site icon News Continuous Bureau | Mumbai

Esha Deol: ભાવુક ક્ષણ: જ્યારે ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના પ્રથમ પત્નીને પણ આપ્યું સ્થાન, શ્રદ્ધાંજલિ વીડિયો થયો વાયરલ!

Esha Deol: ઈશા દેઓલે પિતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતો એક ભાવુક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેતાના ફિલ્મ સીન્સ અને પારિવારિક પળો દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં ઈશા દેઓલે ધર્મેન્દ્રના પહેલા પત્ની પ્રકાશ કૌર અને તેમના ચાર બાળકો સાથેના એક ફેમિલી ફોટો ને પણ સામેલ કર્યો છે, જેનાથી ફેન્સ ખૂબ ખુશ થયા છે.

Esha Deol Did Not Forget Dharmendra's First Wife, Fans Delighted to See Tribute Video

Esha Deol Did Not Forget Dharmendra's First Wife, Fans Delighted to See Tribute Video

News Continuous Bureau | Mumbai

Esha Deol: બોલિવૂડના હિ-મેન ધર્મેન્દ્ર ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો ચાહકોના દિલમાં જીવંત રહેશે. ૨૪ નવેમ્બરે તેમનું નિધન થયું ત્યારે આખો દેશ શોકમાં હતો. ધર્મેન્દ્રની યાદમાં ગુરુવારે હેમા માલિનીએ દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં રાજકીય જગતના દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ

ઈશા દેઓલ દ્વારા ભાવુક શ્રદ્ધાંજલિ

હેમા માલિની માટે આ પળ મુશ્કેલ હતો. પ્રાર્થના સભામાં તેઓ તેમની પુત્રી ઈશા અને આહાના દેઓલ સાથે જોવા મળ્યા હતા. ત્રણેયની આંખો ભીની હતી.ઈશાએ આ ખાસ અવસર પર પિતાને શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના પિતાની યાદોને સંગ્રહિત કરી છે. આ વીડિયોમાં ધર્મેન્દ્રના જૂના ફોટા, ફિલ્મોના આઇકોનિક સીન્સની ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં દિલીપ કુમાર દ્વારા ધર્મેન્દ્રની પ્રશંસા કરતી ક્ષણ પણ છે. અભિનેતાના વ્યક્તિત્વના દરેક પાસાને દર્શાવતો આ વીડિયો ધર્મેન્દ્રના દરેક ચાહકને ભાવુક કરે છે.


ઈશા દેઓલે પિતાને શ્રદ્ધાંજલિ આપતા આ વીડિયોમાં ધર્મેન્દ્રના પ્રથમ પરિવારને પણ યાદ કર્યા છે.વીડિયોમાં ભાઈઓ બોબી અને સની દેઓલના પિતા સાથેના મૂવી સીન ઉપરાંત એક ફેમિલી ફોટોની ઝલક જોવા મળે છે. આ ફોટામાં ધર્મેન્દ્ર પોતાના પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને ચારેય બાળકો સાથે પોઝ આપી રહ્યા છે.હેમા માલિની અને તેમની બંને દીકરીઓ સાથે વિતાવેલી સુંદર ક્ષણોની ઝલક પણ વીડિયોમાં જોવા મળે છે. ઈશાના લગ્નમાં પિતા સાથેની ભાવુક તસવીરો પણ વીડિયોનો ભાગ છે.ધર્મેન્દ્રના નિધન પછી તેમના બંને પરિવારોએ અલગ-અલગ પ્રાર્થના સભાઓનું આયોજન કર્યું હતું. જોકે, બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હોવાનું હંમેશા સામે આવ્યું છે. હેમા માલિનીએ પોતાના જૂના ઇન્ટરવ્યુમાં સની-બોબીની પ્રશંસા કરી છે, અને ઈશા-આહાના પોતાના બંને ભાઈઓને રાખડી બાંધે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version