Site icon News Continuous Bureau | Mumbai

Fabulous lives vs bollywood wives season 3: ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ સીઝન 3 માં થઇ કપૂર પરિવાર ના આ સદસ્ય ની એન્ટ્રી, કરિશ્મા, કરીના અને રણબીર ની જેમાં મચાવશે ધૂમ

Fabulous lives vs bollywood wives season 3: નેટફ્લિક્સ નો લોકપ્રિય શો 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ ની સીઝન 3 આવી રહી છે. કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ પર આ શો નું એક પોસ્ટર શેર કર્યો છે. જેમાં કપૂર પરિવાર ની એક સદસ્ય પણ જોવા મળી રહી છે.

fabulous lives vs bollywood wives season 3 ranbir kapoor sister riddhima kapoor enter in karan johar show

fabulous lives vs bollywood wives season 3 ranbir kapoor sister riddhima kapoor enter in karan johar show

News Continuous Bureau | Mumbai 

Fabulous lives vs bollywood wives season 3: નેટફ્લિક્સનો બહુચર્ચિત શો ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’ ની શરૂઆત વર્ષ 2020 માં થઇ હતી ત્યારબાદ તેની બીજી સીઝન વર્ષ 2022 માં આવી આ શો દર્શકો ને ખુબ પસંદ આવ્યો હતો. હવે આ શો તેની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. ડાયરેક્ટર કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને શોની ત્રીજી સીઝન વિશે ફેન્સને જાણકારી આપી છે. જેમાં આ વખતે કપૂર પરિવાર ની આ સદસ્ય પણ જોવા મળશે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા જામનગર પહોંચ્યો આ પ્રખ્યાત અમેરિકન સિંગર, વિડીયો થયો વાયરલ

‘ફેબ્યુલસ લાઈવ્સ વી બોલિવૂડ વાઈવ્સ’ નું પોસ્ટર 

કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ પર શો ‘ફેબ્યુલસ લાઈવ્સ વી બોલિવૂડ વાઈવ્સ સીઝન 3’નું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કપૂર પરિવાર ની સદસ્ય જોવા મળી રહી છે. આ સદસ્ય બીજું કોઈ નહીં પરંતુ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર. રિદ્ધિમા વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર છે. તે મહીપ કપૂર અને સીમા ખાન સાથે શો ‘ફેબ્યુલસ લાઈવ્સ વી બોલિવૂડ વાઈવ્સ 3’માં જોવા મળશે. આ શોમાં રિદ્ધિમા ઉપરાંત કલ્યાણી સાહા ચાવલા અને શાલિની પાસી પણ પહેલીવાર જોવા મળશે. શોના પોસ્ટરમાં તમામ સ્ટાર્સની પત્નીઓ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે.


‘ફેબ્યુલસ લાઈવ્સ vs બોલિવૂડ વાઈવ્સ 3’નું પોસ્ટર શેર કરતા કરણ જોહરે લખ્યું કે, ‘આ ડ્રામા હવે સાત ગણું વધુ હશે. આ સુંદરીઓ ઘણો મસાલો લાવી રહી છે. એક મહાન શો માટે થઇ જાઓ તૈયાર.’ તમને જણાવી દઈએ કે, ‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ એ નેટફ્લિક્સ શ્રેણી છે જે ચાર સ્ટાર પત્નીઓ સીમા સજદેહ (અગાઉ સોહેલ ખાનની પત્ની), મહિપ કપૂર (સંજય કપૂરની પત્ની), ભાવના પાંડે (ચંકી પાંડેની પત્ની) અને નીલમ કોઠારી (સમીર સોની ની પત્ની) પર ના જીવન પર આધારિત છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version