Site icon News Continuous Bureau | Mumbai

Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ

Falguni Pathak Sukhbir Dance: 'તારક મહેતા' ફેમ જેઠાલાલના ફેવરિટ સ્ટેપ્સ કરતા દેખાયા બંને સિંગર્સ, પંજાબી પોપ અને ગરબા ક્વીનનો અનોખો અંદાજ

Falguni Pathak and Sukhbir Dance to Jethalal's Iconic Ringtone; Viral Video Wins Hearts on Social Media

Falguni Pathak and Sukhbir Dance to Jethalal's Iconic Ringtone; Viral Video Wins Hearts on Social Media

News Continuous Bureau | Mumbai

Falguni Pathak Sukhbir Dance:ગાયિકા ફાલ્ગુની પાઠક અને પંજાબી પોપ સ્ટાર સુખબીરનો એક ડાન્સ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સુખબીરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં બંને સિંગર્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય પાત્ર જેઠાલાલની પ્રખ્યાત રિંગટોન પર થિરકતા જોવા મળી રહ્યા છે. આ રિંગટોન વાસ્તવમાં ફાલ્ગુની પાઠકનું જ એક લોકપ્રિય ગીત છે, જે શોમાં જેઠાલાલના ફોનમાં વારંવાર સાંભળવા મળે છે.વીડિયોમાં બંને સિંગર્સ ખૂબ જ સહજ દેખાઈ રહ્યા છે. સનગ્લાસ પહેરીને તેઓ જેઠાલાલના પ્રખ્યાત સ્ટેપ્સની નકલ કરી રહ્યા છે અને એકબીજા સાથે મસ્તી કરતા હસી રહ્યા છે. આ “જેઠાલાલ સ્ટેપ” શોમાં વારંવાર બતાવવામાં આવતા હોવાથી દર્શકોમાં પહેલેથી જ લોકપ્રિય છે. ફાલ્ગુની પાઠક, જેઓ “દાંડિયા ક્વીન”તરીકે ઓળખાય છે, તેમના આ ગીતને જેઠાલાલની રિંગટોન બન્યા બાદ ફરી એકવાર નવી લોકપ્રિયતા મળી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Finland President on Dhurandhar: ફિનલેન્ડના રાષ્ટ્રપતિ પણ થયા ‘ધુરંધર’ના દીવાના; જાણો સિક્વલ માટે શું વ્યક્ત કરી ઈચ્છા?

વર્લ્ડ કપ ફાઈનલમાં રિકી માર્ટિન પણ સુખબીરના ગીત પર ઝૂમ્યા

સુખબીર અત્યારે સતત ચર્ચામાં છે. તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમખાતે રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલના સમાપન સમારોહમાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિને હાજરી આપી હતી. ગ્લોબલ આઈકન રિકી માર્ટિન સુખબીરના હિટ ગીત ‘ઓ હો હો હો’ પર એનર્જી સાથે નાચતા જોવા મળ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય સંગમનો વીડિયો પણ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થયો છે.


ફાલ્ગુની પાઠક અને સુખબીરના આ લેટેસ્ટ વીડિયો પર ફેન્સ રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા લોકો લખી રહ્યા છે કે, “જેઠાલાલ આ જોઈને ખુશ થઈ જશે.” તો વળી કેટલાક યુઝર્સ સુખબીરના ‘ઓ હો હો હો’ અને ફાલ્ગુનીના ગરબાના મિશ્રણને અદ્ભુત ગણાવી રહ્યા છે. સુખબીરે પોતે કોમેન્ટમાં લખ્યું છે કે, “આલે આલે આલે અને ઓહો હો હો નો અનોખો સંગમ.” આ જુગલબંદીને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TRP Report Week 15| ટીવી પર કોનો દબદબો? અનુપમાને પાછળ છોડી આ શોએ મારી બાજી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
Ranbir Kapoor Reject Mohit Suri Film। શું રણબીર કપૂર નહીં કરે મોહિત સૂરીની ફિલ્મ? અનીત પડ્ડા સાથેની જોડીને લઈને ઉઠ્યા સવાલો, જાણો શું છે મામલો.
Nita Ambani। સાડી કે કલાનો નમૂનો? નીતા અંબાણીની ખાસ જામદાની સાડી બનાવવા પાછળ ખર્ચાયા ૨ વર્ષ, જાણો શું છે તેની ખાસિયત.
Kalki Sequel| ફિલ્મનું નવું નામ અને કર્ણના પાત્ર પર ફોકસ, જાણો શૂટિંગ વિશેની ખાસ વાતો.”
Exit mobile version