Site icon

‘તિતલી ઉડી’ ગીતની પ્રખ્યાત ગાયિકા શારદા રાજનનું 89 વર્ષ ની વયે થયું નિધન, આ ગંભીર બીમારીથી પીડિત હતી ગાયિકા

ગાયિકા શારદા રાજન આયંગરે બુધવારે તેમના મુંબઈના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા અને 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તે છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી.

famous singer of titli udi song sharda rajan passed away

'તિતલી ઉડી' ગીતની પ્રખ્યાત ગાયિકા શારદા રાજનનું 89 વર્ષ ની વયે થયું નિધન, આ ગંભીર બીમારીથી પીડિત હતી ગાયિકા

News Continuous Bureau | Mumbai

ગાયિકા શારદા રાજન આયંગરનું નિધન થયું છે અને 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ગાયિકા નું બુધવારે તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. ગાયિકા ની પુત્રી સુધા મદરિયા એ જણાવ્યું કે તે કેન્સર સામે ઝઝૂમી રહી હતી. હિન્દી ફિલ્મ ‘સૂરજ’ (1966) ના ગીત ‘તિતલી ઉડી’ થી તેમને દરેક ઘરમાં ઓળખ મળી હતી.

Join Our WhatsApp Community

 

શારદાની દીકરી એ આપી માહિતી 

વ્યવસાયે ગાયક મદરિયાએ  એક મીડિયા હાઉસ ને  જણાવ્યું હતું કે, “બુધવારે સવારે મુંબઈમાં તેમના ઘરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા છ મહિનાથી તેની સારવાર (કેન્સર માટે) ચાલી રહી હતી. મદરિયા એ સૌથી પહેલા તેની માતાના નિધનના સમાચાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેણે લખ્યું, “ખૂબ જ દુખની વાત છે કે મારા ભાઈ શમ્મી રાજન અને હું અમારી પ્રિય માતા, ગાયિકા શારદા રાજનના કેન્સર સાથે લાંબી લડાઈ બાદ નિધનના સમાચાર શેર કરી રહ્યા છીએ. 25-10-1933 થી 14-06-2023. ઓમ શાંતિ.”

શારદા ના ગીતો 

શારદા રાજન, જેને શારદા તરીકે ઓળખવામાં આવે છે, તે 1960 અને 1970 ના દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતી. તેમનું સૌથી લોકપ્રિય ગીત 1966ની ફિલ્મ ‘સૂરજ’નું ‘તિતલી ઉડી’ હતું. શારદાએ 1970ની ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’માં હેલન પર ચિત્રિત ગીત ‘બાત જરા હૈ આપસ કી’ માટે શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. તેમના અન્ય લોકપ્રિય ગીતોમાં ફિલ્મ એન ઇવનિંગ ઇન પેરિસનું ‘લે જા લે જા લે જા મેરા દિલ’, ફિલ્મ ગુમનાનનું ‘આ આયેગા કૌન યહાં’, ફિલ્મ દિલ દૌલત દુનિયાનું ‘મસ્તી ઔર જવાની હો ઓમર બડી મસ્તાની હો’નો સમાવેશ થાય છે. અને ફિલ્મ સપનો કા સૌદાગરનું ગીત ‘તુમ પ્યાર સે દેખો’ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો: કપિલ શર્મા શોના આ કોમેડિયને ફેસબુક પર લાઈવ આવીને કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version