Site icon News Continuous Bureau | Mumbai

Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા

Farah Khan Cook: દિલીપ હવે યૂટ્યુબ પર લોકપ્રિયતા મેળવીને મુંબઇમાં સારી કમાણી કરી રહ્યા છે, બિહારમાં ઘરની પણ કરી છે શરૂઆત

Farah Khan Cook Dilip Once Earned 300, Now Building a House in Bihar

Farah Khan Cook Dilip Once Earned 300, Now Building a House in Bihar

News Continuous Bureau | Mumbai

Farah Khan Cook: બોલીવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનના યૂટ્યુબ ચેનલ પર તેમના કુક દિલીપ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. દિલીપ, જે પહેલા દિલ્હી ખાતે માત્ર  300માં કામ કરતા હતા, આજે મુંબઇમાં ફરાહ ખાન સાથે કામ કરીને સારી કમાણી કરી રહ્યા છે. ફરાહના વ્લોગ્સમાં દિલીપની મસ્તી અને નિડર શૈલી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ashish Kapoor: ટીવી એક્ટર આશિષ કપૂરને રેપ કેસમાં જામીન, જાણો કેમ તીસ હજારી કોર્ટ એ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

દિલીપની યાત્રા: 300થી 20,000 સુધી

ફરાહ ખાનના તાજેતરના વ્લોગમાં, જ્યારે તેઓ ‘શાર્ક ટેન્ક’ ફેમ અશનીર ગ્રોવર ને મળ્યા હતા, ત્યારે દિલીપે અશનીરની માતાને જણાવ્યું કે તેઓ પહેલા દિલ્હી ખાતે માત્ર  300માં કામ કરતા હતા. ફરાહે પણ ખુલાસો કર્યો કે જ્યારે દિલીપ મુંબઇ આવ્યા ત્યારે તેમનો પગાર 20,000થી શરૂ થયો હતો. હવે તેઓ કેટલી કમાણી કરે છે એ ફરાહે મજાકમાં કહ્યું કે “એ ના પૂછો તો જ સારું.”


દિલીપ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે ફરાહના ચેનલ પર પોતાનું એક વ્લોગ પણ શેર કર્યું હતું જેમાં તેઓ પોતાના પરિવાર માટે નવું ઘર બનાવી રહ્યા છે. આ સફળતાનું શ્રેય તેઓ ફરાહ ખાનને આપે છે અને ફેન્સ પણ દિલીપની આ પ્રગતિથી ખુશ છે.ફરાહના દરેક વ્લોગમાં દિલીપ હાજર રહે છે અને તેમની મસ્તીભરી નોકઝોક દર્શકોને ખૂબ પસંદ આવે છે. બોલીવૂડના ઘણા સિતારાઓ પણ વ્લોગમાં દિલીપને પ્રેમ આપે છે. સોશિયલ મીડિયા પર લોકો દિલીપને મળવા માટે ઉત્સુક રહે છે. આ લોકપ્રિયતાના કારણે દિલીપ હવે એક જાણીતા ચહેરા બની ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version